છોતરાં કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે! આ વિસ્તારોમાં 5 દિવસ જાહેર કરાયું ઓરેન્જ-યેલો એલર્ટ

Gujarat Heatwave Alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે.

હિટ વેવની ચેતવણી

1/3
image

આગામી ચારથી પાંચ દિવસ સુધી હિટ વેવ રહેશે, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં ચારથી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

પ્રચંડ ગરમી

2/3
image

હવામાન ખાતાની આગાહી પ્રમાણે તારીખ રાજ્યના અનેક જિલ્લાઓ ગરમીમાં શેકાશે. મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજ ઓછો રહેશે  

ગરમીનો કહેર રહેશે યથાવત

3/3
image

આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, જો કે ગીર-સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સાબરકાંઠા, પાટણ સહિતના 21 જિલ્લમાં ગરમીને લઇ સ્થિતિ ચિંતાજનક નથી