વાળમાં લગાવો લવિંગથી બનેલું હેર ટોનિક, થોડા દિવસમાં વાળ થઈ જશે લાંબા અને મજબૂત

આજે અમે તમને વાળમાં લગાવાતા લવિંગનું હેર ટોનિક બનાવવાની રીત અને ફાયદા જણાવીશું. લવિંગનું હેર ટોનિક વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યા દૂર કરી શકે છે. લવિંગ તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે. 

વાળ સાથે જોડાયેલી સમસ્યા દૂર

1/5
image

લવિંગના તેલમાં યુજેનોલ હોય છે, તેનાથી મસાજ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. આને લગાવવાથી વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિફંગલ ગુણધર્મો

2/5
image

લવિંગના તેલમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે સ્કેલ્પના સંક્રમણ અને ડેન્ડ્રફને દૂર કરે છે. વાળને ખરતા રોકવા માટે સ્વસ્થ સ્કેલ્પનું હોવું ખુબ જરૂરી છે. 

વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ

3/5
image

લવિંગમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે વાળને મજબૂત બનાવવા અને તૂટવાથી બચાવવામાં મદદ કરે છે. વાળને મજબૂત બનાવવા માટે લવિંગના તેલથી વાળમાં માલિશ કરો. 

કંડીશનરના રૂપમાં ઉપયોગ

4/5
image

લવિંગના તેલનો એક કંડીશનરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. તે માટે લવિંગના તેલના કેટલાક ટીપાં નારિયેલના તેલમાં મિક્સ કરી વાળમાં લગાવો, તેનાથી વાળ સોફ્ટ થઈ જશે. 

હેર કેર રૂટિનની જરૂર

5/5
image

વાળને લાંબા અને મજબૂત કરવા માટે સારા હેર કેર રૂટિનની જરૂર હોય છે. વાળમાં તેલની માલિશ કરવાથી તમારા વાળ વધવામાં મદદ મળે છે અને સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન પણ સારૂ થાય છે. લવિંગના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે.