ચાલવાના શોખીનોને માલામાલ કરી દેશે આ 5 એપ્સ, દરેક ડગલા પર થશે કમાણી

Apps that Pay for Walking: દરરોજ ચાલવાથી ન માત્ર તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે પરંતુ હવે કમાણી પણ કરી શકાય છે. એવી ઘણી એપ્સ છે જે ચાલવાના બદલે ઈનામ આપે છે. આ એપ્સ તમારા દરરોજના ડગલાની ગણતરી કરે છે અને તેના બદલે તમને પૈસા, પોઈન્ટ્સ કે કોઈ સામાન આપી શકે છે. આજે અમે તમને આવી પાંચ એપ્સ વિશે જણાવીશું, જે ચાલવાના બદલામાં ઈનામ આપે છે. 

StepSetGo

1/5
image

આ એક ભારતીય એપ છે, જે દરેક ડગલા પર તમને કોઈન્સ આપે છે. આ કોઈન્સને તમે એપ્સના પાર્ટનર બ્રાન્ડ્સથી સામાન કે સર્વિસ લેવા માટે ઉપયોગ કરી શકો છો. આ એપમાં એક ખાસ ચેલેન્જ ફીચર મળે છે, જેમાં તમે મિત્રો અને પરિવાર સાથે સ્પર્ધા કરી શકો છો. 

Fitbit

2/5
image

આ એક જાણીતી ફિટનેસ ટ્રેકર એપ છે, જે તમારા ડગલા, કાપેલું અંતર અને બર્ન કેલેરીની ગણતરી રાખે છે. સાથે આ એપ બહારની ગતિવિધિઓને ટ્રેક કરવા માટે જીપીએસનો ઉપયોગ કરે છે. આ માઇલસ્ટોન પૂરો કરવા પર બેઝ મળે છે અને તમે લીડરબોર્ડ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. 

Sweatcoin

3/5
image

આ એક ખાસ એપ છે, જે માત્ર બહાર ચાલવા કે દોડવા માટે ઈનામ આપે છે. આ ઈનામોને "Sweatcoins" કહેવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના સામાન, સર્વિસ કે ડોનેશનમાં લગાવી શકો છો. સાથે આ એપમાં એક માર્કેટ પણ છે, જ્યાંથી તમે જમા "Sweatcoins" થી ખરીદી કરી શકો છો. 

Achievement

4/5
image

આ એક હેલ્થ અને વેલનેસ એપ છે, જે ચાલવા, વ્યાયામ કરવા અને ધ્યાન કરવા જેવી સ્વસ્થ ગતિવિધિઓ માટે ઈનામ આપે છે. તે ઘણી ફિટનેસ એપ્સ સાથે જોડાઈ છે અને  તમને પોઈન્ટ્સ આપે છે, જેને તમે PayPal કે સીધા બેન્ક ખાતામાં જમા કરી શકો છો. 

Bitwalking

5/5
image

આ એક ખાસ એપ છે જે ચાલવાના બદલે "Bitwalking dollars (BW$)" આપે છે. આ BW$ ને તમે એપની માર્કેટમાં મળનાર સામાનો અને સર્વિસ માટે ઉપયોગ કરી શકો છો. આ એપ પોતાના નેટવર્કિંગ ફીચર દ્વારા લોકોને આપસમાં જોડવામાં મદદ કરે છે.