સાવધાન! આ દિવસથી શરૂ થશે ચોર પંચક, ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, મુશ્કેલીઓ ઘર ભાળી જશે

ગ્રહો અને નક્ષત્રોમાં ફેરફારથી ચોર પંચકની શરૂાત થઈ રહી છે. આ ચોર પંચક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી વ્યક્તિના જીવન પર અશુભ પ્રભાવ પડે છે. 

સાવધાન! આ દિવસથી શરૂ થશે ચોર પંચક, ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, મુશ્કેલીઓ ઘર ભાળી જશે

Chor Panchak 2024: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ચાલ અને નક્ષત્રોમાં ફેરફારના કારણે અનેકવાર એવી સ્થિતિ પેદા થાય છે કે તે વખતે શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સમયે શુભ કાર્ય  કરવાથી તેની અશુભ અસર ઊભી થાય છે. જે વ્યક્તિને ખુબ ભારે પડી શકે છે. આ સાથે જ ઈચ્છિત ફળ પણ મળતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં ચોર પંચક વિષે જણાવવામાં આવ્યું છે. ચોર પંચક ગ્રહો અને નક્ષત્રોથી બનતી એક સ્થિતિ છે. તેમાં શુભ કાર્યો કરવાની ના પાડવામાં આવી છે. ચોર પંચકની શરૂઆત 5 એપ્રિલ 2024થી થશે. આ સમય દરમિયાન ભૂલેચૂકે  કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. વધુ વિગતો ખાસ જાણો.

5 નક્ષત્રોના સમૂહથી બને છે ચોર પંચક
ચંદ્રમા ગોચરમાં જ્યારે કુંભ અને મિન રાશિમાં બિરાજમાન થાય છે ત્યારે આ સમય પંચક માનવામાં આવે છે. આ સમય 5 દિવસ માટે હોય છે. ચોર પંચકમાં 5 નક્ષત્ર આવે છે. જેમાં ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર સામેલ છે. 5 દિવસ સુધી ભૂલેચૂકે પણ 5 કામ કરવા જોઈએ નહીં. આ વખતે ચોર પંચકની શરૂઆત 5 એપ્રિલથી થવા જઈ રહી છે. જાણો કયા 5 કામ કરવા જોઈએ નહીં. 

ચોર પંચકમાં ન કરવા જોઈએ આ 5 કામ

1. ચોર પંચક દરમિાયન ભૂલેચૂકે ખાટલો બનાવવો જોઈએ નહીં. તેનો અશુભ પ્રભાવ વ્યક્તિના ભાગ્ય અને કર્મ પર પડે છે. તે સંકટોને આમંત્રણ આપે છે. 

2. પાંચ દિવસના પંચકો દરમિયાન લાકડી, ઘાસ, તેલથી લઈને અન્ય બાળનારી વસ્તુઓને ભેગી કરવી જોઈએ નહીં. તેનાથી આગ લાગવાનો ડર લાગે છે. કોઈ પણ અપ્રિય ઘટના થવાની સંભાવના પેદા થાય છે. 

3. દક્ષિણ દિશામાં પંચકો દરમિયાન મુસાફરી કરવાથી નુકસાન થઈ શકે છે, આ દિશા યમ અને પિતૃઓની દિશા ગણાય છે. આથીઆ નક્ષત્રોમાં દક્ષિણ દિશા તરફ પ્રયાણ હાનિ કરાવી શકે છે. 

4. પંચક  દરમિયાન ઘરની છતનું નિર્માણ કરાવવું જોઈએ નહીં. જ્યોતિષ મુજબ આમ કરવાથી ઘરમાં કલેશ અને ધનની અછત સર્જાય છે. 

5. પંચક દરમિયાન શૈય્યાનું નિર્માણ કરાવવું પણ અશુભ ગણાય છે. 

મૃત્યુ થવું પણ ગણાય છે અશુભ
શાસ્ત્રો મુજબ પંચક કાળમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થવું પણ અશુભ ગણાય છે. તેની પાછળ માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિનું મૃત્યુ પંચકકાળમાં થાય તો તેના પરિવાર, કુળ, સંબંધી કે કોઈ નજીકના પરિવારમાં કોઈનું મોત થવાની શક્યતા વધે છે. તેનાથી બચવા માટે મૃતકના મૃતદેહ સાથે પાંચ પૂતળા લોટના કે પછી ઘાસના બનાવીને રાખવામાં આવે છે અને દોષ ખતમ થાય છે. આમ કરવાથી જાનહાનિથી બચી શકાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news