3 દિવસ બાદ થશે મહાગોચર, આ 3 રાશિવાળા જબદસ્ત ધનલાભ માટે થઈ જાઓ તૈયાર, સપના પૂરાં થવાનો સમય

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ સવારે 2.54 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને આત્માનો કારક પણ માનવામાં આવે છે. આ સાથે જ જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખુબ મજબૂત હોય તેમના ત્યાં સુખ સમૃદ્ધિ, માન સન્માન, ધન ધાન્યમાં વધારો થાય છે. સૂર્યના ગોચરથી કઈ રાશિવાળાઓનું ભાગ્ય ચમકી શકે છે તે ખાસ જાણો....

3 દિવસ બાદ થશે મહાગોચર, આ 3 રાશિવાળા જબદસ્ત ધનલાભ માટે થઈ જાઓ તૈયાર, સપના પૂરાં થવાનો સમય

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા ગણાવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના ગોચરથી 12 રાશિવાળાના જીવન પર કોઈને કોઈ રીતે પ્રભાવ પડતો હોય છે. સૂર્ય એક રાશિમાં ફરીથી પૂરા એક વર્ષ બાદ આવે છે. એ જ રીતે 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિ શનિની રાશિ છે અને સૂર્યની સાથે પિતા પુત્રનો સંબંધ હોવા છતાં શત્રુતાનો ભાવ છે. જો કે આમ છતાં મકર રાશિમાં સૂર્યના આવવાથી શુભ અસર પડી શકે છે કારણ કે આ દરમિયાન શનિદેવ પણ અતિ પ્રસન્ન હોય છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી દરેક રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ સવારે 2.54 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને આત્માનો કારક પણ માનવામાં આવે છે. આ સાથે જ જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખુબ મજબૂત હોય તેમના ત્યાં સુખ સમૃદ્ધિ, માન સન્માન, ધન ધાન્યમાં વધારો થાય છે. સૂર્યના ગોચરથી કઈ રાશિવાળાઓનું ભાગ્ય ચમકી શકે છે તે ખાસ જાણો....

મેષ રાશિ
આ રાશિમાં પંચમ ભાવના સ્વામી છે અને તેઓ દશમ ભાવમાં ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર કોઈ ચમત્કારથી કમ નથી. સૂર્યના દશમ ભાવમાં રહેવાથી આ રાશિના જાતકોને આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ આવક વધવાના કારણે બેંક  બેલેન્સ પણ વધશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રે પણ માહોલ તમારા પક્ષમાં રહેશે જેનાથી તમને તમારી મહેનતનું ફળ મળશે. સહકર્મીઓ અને વરિષ્ઠોનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી તમે કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો. આ સાથે જ પરિવાર કે પછી મિત્રો સાથે મુસાફરી પર જઈ શકો છો. જીવનમાં કોઈ મોટા ગુડ ન્યૂઝ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડા સતર્ક રહો. 

વૃષભ રાશિ
આ રાશિમાં સૂર્ય નવમ ભાવમાં ગોચર કરી રહ્યો છો. આ રાશિના ચતુર્થ ભાવ સાથે સ્વામી છે. નવમ ભાવને ભાગ્યનો કારક માનવામાં આવે છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો  ભરપૂર સાથ મળશે. સુખ સંપત્તિની સાથે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. બિઝનેસની વાત કરીએ તો ખુબ નફો થાય તેવા સંકેત મળે છે. લાંબા સમયથી અટકેલા કોઈ પ્રોજેક્ટના પૂરા થવાના એંધાણ છે. સફળતા મળશે. વ્યવસાય ક્ષેત્રે ખુબ નફો મેળવી શકો છો. નોકરીયાતોની વાત કરીએ તો નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. ઈન્ટરવ્યુ આપ્યો હોય તો ફાઈનલ કોલ આવી શકે છે. જોવાયેલા અનેક સપના પૂરા થઈ શકે છે. તમારા કામને જોતા પ્રમોશન પણ મળી શકે છે. પદ-પ્રતિષ્ઠા,  યશ-કિર્તીમાં વધારો થશે. 

સિંહ રાશિ
આ રાશિના સ્વામી સૂર્ય છે અને તેઓ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવામાં આ રાશિના જાતકો માટે સૂર્યની સાથે સાથે શનિ પણ અપાર ખુશીઓ લાવી શકે છે. નોકરીમાં પદોન્નતિના યોગ છે. આ સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. શેર બજાર, સટ્ટાબાજીથી ખુબ પૈસા કમાઈ શકો છો. વેપારમાં પૈસા લગાવવાથી લાભ થશે. પરિવાર સાથે સારો સમય વીતશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news