સૂર્યદેવ કરશે મિત્રની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે

જ્યોતિષમાં સૂર્યદેવને માન સન્માન અને પ્રતિષ્ઠા, સરકારી નોકરી, બોસ અને પિતાના કારક માનવામાં આવે છે. આથી જ્યારે પણ સર્યદેવની ચાલમાં પરિવર્તન થાય છે ત્યારે રાશિઓ સહિત આ સેક્ટરો ઉપર પણ વિશેષ પ્રભાવ પડે છે. ડિસેમ્બરમાં સૂર્યેદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે

સૂર્યદેવ કરશે મિત્રની રાશિમાં પ્રવેશ, આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે

જ્યોતિષમાં સૂર્યદેવને માન સન્માન અને પ્રતિષ્ઠા, સરકારી નોકરી, બોસ અને પિતાના કારક માનવામાં આવે છે. આથી જ્યારે પણ સર્યદેવની ચાલમાં પરિવર્તન થાય છે ત્યારે રાશિઓ સહિત આ સેક્ટરો ઉપર પણ વિશેષ પ્રભાવ પડે છે. ડિસેમ્બરમાં સૂર્યેદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સાથે જ આ લોકોના ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. આ રાશિઓ કઈ છે તે ખાસ જાણો. 

સિંહ રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન આ રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી પંચમ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આથી તમારા સંતાનની પ્રગતિ થઈ શકે છે. સંતાનની નોકરી કે લગ્ન થઈ શકે છે. જે લોકોને પ્રેમ સંબંધ ચાલતો હોય તેમાં તેમને સફળતા મળી શકે છે. ઘરેલુ જીવન પહેલા કરતા સારું રહેશે અને તમારા માન સન્માનમાં વધારો થશે. સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. સૂર્યના રાશિ પરિવર્તનના કારણે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. પરિવારના લોકોથી દરેક પ્રકારની મદદ મળશે. તમને કરિયરમાં શુભ પ્રભાવ પડશે. આવકમાં વધારો થવાના યોગ છે. 

મીન રાશિ
સૂર્યનું ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દવ તમારી રાશિમાંથી દશમ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આથી તમારી યોજનાઓ સફળ થશે. જ્યારે વેપારીઓને કારોબારમાં રોકાણ કરવાની તક મળશે અને તમને તેનાથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમને પદ અને પ્રભાવમાં વધારો થઈ શકે છે. આ સાથે જ નવા કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. પરિવારના લોકો સાથે તમારા સંબંધ વધુ મધુર થશે. સૂર્યદેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળી શકે છે. 

કુંભ રાશિ
તમારા માટે સૂર્યનું રાશિ પરિવર્તન આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાન પર  ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. જૂના રોકાણથી લાભ થશે. કમાણીના સાધનોમાં વધારો થશે. પ્રોફેશનલ લાઈફ માટે પણ આ સમયગાળો સારો સાબિત થઈ શકે છે. આ સાથે આ સમય દરમિયાન તમને શેર માર્કેટ, સટ્ટો અને લોટરીમાં લાભ થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. આ સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ ગોચર શુભ પરિણામ આપનારું રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news