Shukrawar Upay: શુક્રવારે જે કરે આ કામ તેના ઘર પર હંમેશા રહે છે માં લક્ષ્મીના આશીર્વાદ

Shukrawar Upay: દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે. પરંતુ તેમ છતાં લક્ષ્મીજીની કૃપા દરેક વ્યક્તિને પ્રાપ્ત થતી નથી. જો તમારું નસીબ પણ આવું હોય તો આજે તમને લાલ કિતાબમાં દર્શાવેલા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક અચૂક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. 

Shukrawar Upay: શુક્રવારે જે કરે આ કામ તેના ઘર પર હંમેશા રહે છે માં લક્ષ્મીના આશીર્વાદ

Shukrawar Upay: સનાતન ધર્મ અનુસાર માતા લક્ષ્મી ધનના દેવી છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે તેના જીવનમાં કોઈપણ વસ્તુની ખામી રહેતી નથી. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે. પરંતુ તેમ છતાં લક્ષ્મીજીની કૃપા દરેક વ્યક્તિને પ્રાપ્ત થતી નથી. જો તમારું નસીબ પણ આવું હોય તો આજે તમને લાલ કિતાબમાં દર્શાવેલા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક અચૂક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘર સુધી આવશે અને સ્થાયી વાસ કરશે એટલે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. આ ઉપાય શુક્રવારના દિવસે કરવાથી શિઘ્ર ફળ મળે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય

આ પણ વાંચો:

1. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શુક્રવારના દિવસે નવું તાળું ખરીદીને સૂતી વખતે માથા પાસે રાખો. બીજા દિવસે એટલે કે શનિવારે આ તાળાને ખોલ્યા વિના જ કોઈ મંદિરમાં મૂકી આવો. જ્યારે કોઈ વ્યક્તિ આ તારું ખોલશે તો તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જશે.

2. શુક્રવારના દિવસે વ્રત રાખો અને માતા લક્ષ્મીની આરાધના કરો. સાથે જ પાંચ નાની કન્યાઓને ખીર બનાવીને ભોજન કરાવો.

3. સુખોને ભોગવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી આ દિવસે તમે વાહન, સોનુ, સંપત્તિ વગેરે ખરીદી શકો છો. તેનાથી સ્થાયી સમૃદ્ધિનું સુખ મળે છે.

4. શુક્રવારે સ્નાન કરવાના પાણીને થોડું દહીં અને ફટકડી ઉમેરીને ઉપયોગમાં લો. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારના દિવસે શરીર પર સુગંધિત પરફ્યુમ લગાડો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news