પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદી કોરોના પોઝિટિવ, ટ્વિટર પર કરી દુઆની અપીલ

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી (Shahid Afridi) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદી કોરોના પોઝિટિવ, ટ્વિટર પર કરી દુઆની અપીલ

નવી દિલ્હી: પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી (Shahid Afridi) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે, તેમણે લખ્યું છે કે ''હું ગુરૂવારથી થોડું સારું અનુભવી રહ્યો ન હતો, મારા શહીરમાં એકદમ દુખાવો થઇ રહ્યો હતો, મેં મારો ટેસ્ટ કરાવ્યો અને બદકિસ્મતીથી કોરોના પોઝિટિવ આવ્યો. જલદી સાજો થાવ તે માટે તમારી દુવાની જરૂર છે, ઇંશા અલ્લાહ.'

— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020

કોરોના વાયરસનો કહેર પાકિસ્તાનમાં પણ જોવા મળ્યો છે આ દેશમાં લગભગ 1 લાખ 32 હજારથી વધુ લોકો આ જીવલેણ મહામારીની ચપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લોકો ભૂખે મરવાની સ્થિતિ આવી ગઇ હતી. એવામાં લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદી આગળ આવ્યા હતા.  

— Shahid Afridi (@SAfridiOfficial) May 10, 2020

શાહિદ અફરીદી સતત પોતાના ફાઉન્ડેશનની મદદથી લોકોની મદદ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કરાંચીના જાણિતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ રાહત સામગ્રી વહેંચી હતી. એવું લાગી રહ્યું હતું કે રાહત કાર્યો દરમિયાન તે સંક્રમિત થયા છે. તેમની સારવાર ચાલુ છે. ફેન્સ તેમની જલદી સાજા થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. 

— Shahid Afridi (@SAfridiOfficial) June 8, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news