IND vs SA Test Match: રોહિતની સદીની મદદથી ભારતનો સ્કોર 202/0, વરસાદને કારણે છેલ્લું સત્ર ધોવાયું

Visakhapatnam Test : વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ રહેલી IND vs SA ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા (Team India) કેપ્ટન વિરાટ કોહલીએ  (Virat Kohli) ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ લીધી છે, 

IND vs SA Test Match:  રોહિતની સદીની મદદથી ભારતનો સ્કોર 202/0, વરસાદને કારણે છેલ્લું સત્ર ધોવાયું

વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિના વિકેટે 202 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે 59.1 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 અને મયંક અગ્રવાલ 84 રન બનાવી ક્રીઝ પર હતા. વરસાદને કારણે પ્રથમ દિવસે માત્ર 59.1 ઓવરની રમત શક્ય બની હતી. 

ભારતે પ્રથમ બેટિંગ લેતાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવ્યા છે. પ્રથમ હાફ સુધી ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી છે. લંચ સુધી ભારત વિના વિકેટે 91 રનના સ્કોર પર છે. જેમાં રોહિત શર્માએ સદી ફટકારી છે. રોહિત 52 રન સાથે રમતમાં છે તો મયંક અગ્રવાલ પણ ફિફ્ટી તરફ આગળ વધી રહ્યો છે. તેણે 39 રન બનાવ્યા છે. 

આવી છે મહેમાન ટીમ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કેશવ મહારાજે મુખ્ય સ્પિનરના રૂપમાં પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત બ્રેક બોલર ડેન પિડ્ટ પણ પ્લેઇંગ ઇલેવનમાં છે. ફાસ્ટ બોલરની કમાન રબાડા અને ફિલેન્ડર જેવા અનુભવી હાથમાં છે. જ્યારે બેટિંગ લાઇનમાં ડુપ્લેસિસ, ડિન એલ્ગર, એડિન માર્કરમ કિંટન, ડિકોક અને વાઇસ કેપ્ટન ટેમ્બા બવુમા ટીમ ઇન્ડિયાના બોલરોનો સામનો કરશે.

— BCCI (@BCCI) October 2, 2019

ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત મંગળવારે જ કરી દીધી હતી. ટીમમાં બેટ્સમેન રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. સ્પિન એટેક માટે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કરશે. હનુમા વિહારી એક વધારાના બોલર તરીકે રહેશે. ફાસ્ટ બોલિંગમાં ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી રહેશે. ટીમ ઇન્ડિયાને જશપ્રીત બુમરાહની ખોટ પડશે. 

ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી કેપ્ટન, અજિંક્ય રહાણે વાઇસ કેપ્ટન, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋધ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા

દક્ષિણ આફ્રિકા : ફાફ ડુપ્લેસિસ કેપ્ટન, ટેમ્બા બવુમા વાઇસ કેપ્ટન, થિયુનિસ ડિ બ્રૂયુન, કિંટન ડિકોક, ડીન એલ્ગર, કેશવ મહારાજ, એડિન માર્કમ, સેનુરૈન મુથુસ્વામી, વર્નેન ફિલેન્ડર, ડેન પિડ્ટ, કગીસો રબાડા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news