IPL 2024: પોઈન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમે છતાં RCB હજું પણ પહોંચી શકે છે પ્લેઓફમાં? જાણો સમીકરણો 

IPL 2024: જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને આરસીબીની ટીમે 35 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા હજુ પણ જીવંત રાખી છે. 

IPL 2024: પોઈન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમે છતાં RCB હજું પણ પહોંચી શકે છે પ્લેઓફમાં? જાણો સમીકરણો 

આરસીબીની ટીમે સતત છ મેચ હાર્યા બાદ આખરે જીત મેળવતા ચાહકો ખુશખુશાલ છે. જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને આરસીબીની ટીમે 35 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા હજુ પણ જીવંત રાખી છે. 

આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા 206 રનનો સ્કોર કર્યો. હૈદરાબાદનું ફોર્મ જોતા આ સ્કોર મોટો નહતો લાગતો પરંતુ આમ છતાં જીતવાની આશા જીવંત હતી. રજત પાટીદારે 20 બોલમાં 50 રનની વિસ્ફોટક ઈનિંગ ખેલી. આ ઈનિંગમાં તેણે પાંચ છગ્ગા અને બે ચોગ્ગા માર્યા. જ્યારે વિરાટ કોહલીએ 43 બોલમાં 51 રન કર્યા. કેમરૂન ગ્રીને 20 બોલમાં 37 રનની અણનમ ઈનિંગ ખેલી. હૈદરાબાદની વાત કરીએ તો ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને આરસીબીના બોલર્સે ખુબ પરેશાન કર્યા. કરણ શર્મા, સ્વપ્નિલ સિંહ  અને કેમરૂન ગ્રીને 2-2 વિકેટ લીધી. જેના કારણે હૈદરાબાદ 171 રન જ કરી શક્યું. મેચમાં ટ્રેવિસ હેડ ફક્ત એક રન કરીને આઉટ થઈ ગયો. ટ્રેવિસ હેડના આઉટ થયા બાદ હૈદરાબાદના બેટર્સે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

પોઈન્ટ ટેબલ
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હાલ આરસીબી પાસે ફક્ત 4 અંક છે અને તે સૌથી નીચે છે. જો કે પોઈન્ટ ટેબલમાં આરસીસી સૌથી નીચે છે પરંતુ હજુ પણ પ્લેઓફમાં રહેવાની આશા જીવંત કહી શકાય. જો કે આ માટે તેણે સતત જીત સાથે બીજી ટીમોના પરિણામો ઉપર પણ નિર્ભર રહેવું પડશે 

પ્લેઓફના સમીકરણો
પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબીની ટીમે તમામ 5 મેચોમાં જીત મેળવવી પડે. જો આરસીસી તમામ 5 મેચ જીતી જાય તો તેને 14 અંક મળશે. આરસીબીએ ટોપ 4માં પહોંચવા માટે જરૂરી છે કે રાજસ્થાન, કેકેઆર અને હૈદરાબાદ 16-16 અંક મેળવે. જ્યારે બાકીની ટીમો 12 અંકથી વધુ અંક ન મેળવી શકે. આવી સ્થિતિ સર્જાય તો 14 અંક સાથે આરસીબી ટોપ 4માં પહોંચી શકે છે. 

જો કે આ બનવું ખુબ મુશ્કેલ છે. રાજસ્થાન રોયલ્સ પહેલેથી જ 14 અંક પર પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, 10 અંક મેળવી ચૂક્યા છે. બાકીની ટીમોની વાત કરીએ તો ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ પાસે 8 અંક છે. આથી ચોથા ક્રમ માટે મુકાબલો રસપ્રદ થવાનો છે. હાલ આરસીબી ટેક્નિકલી જોઈએ તો રેસમાં પાછળ છે. 

આરસીબીની આગળની મેચો
આરસીબીની હવે પછીની મેચો વિશે વાત કરીએ તો હૈદરાબાદ પર જીત બાદ આરસીબીનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં રવિવારે થશે. બંને ટીમો એકવાર ફરીથી એકવાર 4થી મેના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. ત્યારબાદ 9મી મેના રોજ પંજાબ વિરુદ્ધ મેચ રમશે. જ્યારે 12 મેના રોજ દિલ્હી અને આરસીબીની મેચ થશે. છેલ્લો લીગ મુકાબલો 18મેના રોજ સીએસકે સામે રમશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news