આઈપીએલના ઈતિહાસના સૌથી શરમજનક રેકોર્ડ, આંકડા જોઈ ચોંકી જશો

આઈપીએલની દરેક સીઝનમાં કેટલાક રેકોર્ડ બને છે તો કોઈ જૂના રેકોર્ડ તૂટે છે. પરંતુ ટૂર્નામેન્ટમાં ક્યારેક ખેલાડીઓના નામે અણગમતા રેકોર્ડ પણ નોંધાતા હોય છે. 

 આઈપીએલના ઈતિહાસના સૌથી શરમજનક રેકોર્ડ, આંકડા જોઈ ચોંકી જશો

નવી દિલ્હીઃ આઈપીએલની નવી સીઝન આગામી 22 માર્ચથી શરૂ થઈ રહી છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં ફરી 10 ટીમો ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. આઈપીએલ 2024નો પ્રમથ મુકાબલો 22 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. તમામ 10 ટીમોના પ્રી-કેમ્પમાં મોટા ભાગના ખેલાડીઓ જોડાઈ ગયા છે અને આગામી સીઝન માટે તૈયારી કરી રહ્યાં છે. આઈપીએલ 2024 દરમિયાન પણ ખેલાડીઓ પોતાના દમદાર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ તોડશે તો કેટલાક અણગમતા રેકોર્ડ ખેલાડીઓના નામે જોડાશે. અહીં તમને આઈપીએલના ઈતિહાસના તે શરમજનક આંકડા વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં સામેલ થવાનું ખેલાડીઓ પસંદ કરશે નહીં.

IPLમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનાર બેટર
આઈપીએલમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકના નામે છે. તે 17 વખત શૂન્ય પર આઉટ થયો છે. બીજા સ્થાને રોહિત શર્મા છે, જે 16 વાર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે. ત્રીજા નંબર પર સુનીલ નરેન અને ચોથા સ્થાને મનદીપ સિંહ છે. 

આઈપીએલમાં સૌથી મોંઘી ઓવર
આઈપીએલના ઈતિહાસમાં ઘણા એવા બોલર છે જેણે બેટરોને 1-1 રન બનાવવા માટે સંઘર્ષ કરાવ્યો છે. પરંતુ કેટલાક બોલરોનું કરિયર એક ઓવરે બગાડી દીધું. આઈપીએલમાં સૌથી મોંઘી ઓવર ફેંકવાનો રેકોર્ડ પ્રશાંત પરમેશ્વરનના નામે છે. કોચ્ચિ કસ્ટર્સ કેરલ માટે રમતા તેણે એક ઓવરમાં 37 રન આપ્યા હતા. ક્રિસ ગેલે આ ઓવરમાં 36 રન બનાવ્યા હતા, એક બોલ નો બોલ હતો. હર્ષલ પટેલે પણ 37 રન આપ્યા હતા. 

આઈપીએલમાં સૌથી મોંઘો સ્પેલ
ટી20 લીગમાં બોલર એક ઓવરમાં મેચ બદલી શકે છે અને આવું ઘણીવાર જોવા મળ્યું છે. પરંતુ ક્યારેક ચાર ઓવરના સ્પેલમાં બોલરની ધોલાઈ થાય છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકવાનો રેકોર્ડ બાસિક થંપીના નામે છે, જેણે 2018માં 4 ઓવરમાં 70 રન આપ્યા હતા. તો ગુજરાત ટાઈટન્સ માટે યશ દયાલે 4 ઓવરમાં 69 રન આપ્યા હતા, તેની એક ઓવરમાં રિંકૂ સિંહે પાંચ સિક્સ ફટકારી હતી. 

આઈપીએલની એક ઈનિંગમાં સૌથી વધુ એક્સ્ટ્રા રન આપનારી ટીમ
આઈપીએલમાં એક મેચ દરમિયાન સૌથી વધુ એક્સ્ટ્રા રન આબવાનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના નામે છે, જેણે કોલકત્તા વિરુદ્ધ 28 એકસ્ટ્રા રન આપ્યા હતા.

આઈપીએલમાં એક ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર
આઈપીએલમાં એક ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ આરસીબીના નામે છે. આરસીબીની ટીમ 2017માં કોલકત્તા વિરુદ્ધ 9.4 ઓવરમાં 49 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે. રોયલ્સની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news