IPL 2023: કોહલીના નામે નોંધાયો વધુ એક 'વિરાટ' રેકોર્ડ, RCB માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટર

Virat Kohli Has Completed 7500 Runs For RCB IPL 2023 હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલામાં આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.

IPL 2023: કોહલીના નામે નોંધાયો વધુ એક 'વિરાટ' રેકોર્ડ, RCB માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટર

નવી દિલ્હીઃ Virat Kohli Has Completed 7500 Runs For RCB IPL 2023 હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આઈપીએલ 2023ની 65મી મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે હેનરિક ક્સાલેનની સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. 

જેના જવાબમાં આરસીબીની ટીમ તરફથી ઓપનિંગ બેટર વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ધમાકેદાર શરૂઆત કરી. મેચમાં વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન વધુ એક સિદ્ધિ મેળવી છે. 

His 7th in #TATAIPL 2023.

— IndianPremierLeague (@IPL) May 18, 2023

Virat Kohli આ સિદ્ધિ મેળવનાર RCB નો પ્રથમ બેટર
હકીકતમાં આરસીબી ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 187 રનનો પીછો કરતા ખાસ મુકામ હાસિલ કર્યો છે. નોંધનીય છે કે વિરાટ કોહલી આઈપીએલમાં આરસીબી તરફથી 7500 રન બનાવનાર પ્રથમ બેટર બની ગયો છે. 

વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ચેમ્પિયન્સ લીગ ટી20માં મળીને 7500 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. કોહલી આઈપીએલની શરૂઆત 2008થી આરસીબી માટે રમી રહ્યો છે. કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news