IPL 2021: Mumbai Indians પ્લેઓફની રેસમાંથી બહાર, તૂટી ગયું IPL જીતની હેટ્રિક સર્જવાનું સપનું

પાંચમી વાર આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ આ સીરીઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઇ ગઇ છે. આ સાથે જ મુંબઇ ઇન્ડીયન્સની સતત ત્રીજીવાર આઇપીલ જીતવાનું સપનું પણ તૂટી ગયું છે.

IPL 2021: Mumbai Indians પ્લેઓફની રેસમાંથી બહાર, તૂટી ગયું IPL જીતની હેટ્રિક સર્જવાનું સપનું

Mumbai Indians: પાંચમી વાર આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ આ સીરીઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઇ ગઇ છે. આ સાથે જ મુંબઇ ઇન્ડીયન્સની સતત ત્રીજીવાર આઇપીલ જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. સનરાઇઝર્સ હૈદ્વાબાદની વિરૂદ્ધ જે ચમત્કારિક આંકડાની જરૂરિયાત રોહિત શર્માની ટીમને હતી, તે પુરી થઇ શકી નહી. 

મુંબઇ ઇન્ડીયન્સની સફર આ આઇપીએલમાં ખૂબ ખરાબ રહી હતી, આ વખતે ટીમે કુલ 7 મેચો ગુમાવી દીધી અને પ્લે ઓફમાં સામેલ થઇ શકી નહી. 2018 બાદ આમ પહેલીવાર થયું છે. જ્યારે મુંબઇ ઇન્ડીયન્સની ટીમ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકી નથી. 

તમને જણાવી દઇએ કે આ મેચની શરૂ થઇ ત્યાં સુધી મુંબઇ ઇન્ડીયન પ્લે ઓફમાં પહોંચવાની રેસમાંથે બહાર હતી. મુંબઇને તેના માટે બેટીંગ કરવાની હતી અને પછી હૈદ્બાબાદને 171 અથવા તેનાથી વધુ રનોથી હરાવવાના હતા. મુંબઇ પહેલાં બેટીંગ કરી, 235 રનોનો મોટો સ્કોર પણ ઉભો કર્યો હતો. પરંતુ તે હારનું અંતર મોટું રાખી શકી નહી. 

મુંબઇની બહાર થયા બાદ જે ચાર ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું છે, તે હવે નક્કી થઇ ગયું છે. દિલ્હી કેપિટલ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ અને કોલકતા નાઇટ રાઇડર્સ હવે પ્લેઓફની જંગ લડશે. કલકત્તાએ પ્લેઓફમાં પહોંચવાનું જશ્ન આ પ્રકારે ઉજવ્યું. 

— KolkataKnightRiders (@KKRiders) October 8, 2021

રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સ સૌથી સારી ટીમ બનીને સામે આવી છે. જો આ વખતે પણ મુંબઇ આપીએલ જીતવામાં સફળ રહેતી તો તે સતત ત્રણ વાર આઇપીએલ જીતનાર ટીમ બની જાત. જે થઇ શક્યું નહી

મુંબઇએ વર્ષ 2020 માં દિલ્હી કેપિટલસને હરાવીને ખિતાબ જીત્યો હતો, તે પહેલાં 2019 માં ચેન્નઇ સુપર કિંગ્સને હરાવીને આઇપીએલ જીતી હતી. પરંતુ આ વખતે નેટ રનરેટની રેસમાં મુંબઇ ઇન્ડીયન પાછળ ધકેલાઇ ગઇ છે. 
 
2020 -  ચેમ્પિયન
2019 -  ચેમ્પિયન
 2017 -  ચેમ્પિયન
2015 -  ચેમ્પિયન
2013 -  ચેમ્પિયન 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news