IPL 2019: રોહિત શર્માએ ફાઇનલ મેચ પહેલા પત્ની અને પુત્રી સાથે તિરુપતિ મંદિરે કર્યાં દર્શન

ફાઇનલ મેચ રવિવાર (12 મે)એ રમાશે. રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરાની સાથે તિરૂપતિના વેંકેટેશ્વર મંદિરે દર્શન માટે ગયો હતો. 

 IPL 2019: રોહિત શર્માએ ફાઇનલ મેચ પહેલા પત્ની અને પુત્રી સાથે તિરુપતિ મંદિરે કર્યાં દર્શન

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના ફાઇનલમાં પહોંચી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન રોહિત શર્મા પરિવાર સાથે ગુરૂવારે તિરૂપતિ ગયો હતો. ફાઇનલ મેચ રવિવારે (12 મેએ) રમાશે. રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરાની સાથે તિરૂપતિના વેંકેટેશ્વર મંદિરમાં દર્શન માટે ગયો હતો. 

મંગળવાર (7 મે)એ રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટથી પરાજય આપીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. બીજા ક્વોલિફાયર મુકાબલામાં આજે (10 મે)એ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થવાનો છે, જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે ટકરાશે. 

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

રિતિકા સજદેહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તિરૂપતિનો ફોટો શેર કર્યો છે. આ ફોટોને મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. 12 મેએ ફાઇનલ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ 18 પોઈન્ટની સાથે સૌથી સારી નેટ રનરેટની મદદથી પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news