RR vs MI: સુપરહિટ યશસ્વી... IPL માં રચ્યો ઇતિહાસ, 7મી જીત સાથે RR એ બનાવ્યો ધાંસૂ રેકોર્ડ

Rajasthan Royals vs Mumbai Indians: યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સના વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી. સોમવારે (22 એપ્રિલ) ના રોજ આઇપીએલ 2024 ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાના નામે કરી દીધી. 

RR vs MI: સુપરહિટ યશસ્વી... IPL માં રચ્યો ઇતિહાસ, 7મી જીત સાથે RR  એ બનાવ્યો ધાંસૂ રેકોર્ડ

Yashasvi Jaiswal Century: યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી. સોમવારે (22 એપ્રિલ) ના રોજ આઇપીએલ 2024 ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાના નામ કરી દીધી. તેના માટે યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) 60 બોલમાં અણનમ 104 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી. 28 બોલમાં 38 રન બનાવીને નોટઆઉટ રહ્યા. જોસ બટલરે 25 બોલમાં 35 રન બનાવ્યા. 

યશસ્વીએ બનાવ્યો મોટો રેકોર્ડ
યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) આ મેચમાં સદી ફટકારી આઇપીએલમાં ઇતિહાસ રચી દીધો. તે 23 વર્ષની ઉંમર પુરી થાય તે પહેલાં ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા. યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) ગત વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ વિરૂદ્ધ 124 રન બનાવ્યા હતા. ત્યારે તેમની ઉંમર 21 વર્ષ 123 દિવસ હતી. જ્યારે જયપુરમાં અણનમ 104 રન બનાવ્યા. તેમણે આઇપીએલમાં પોતાની બીજી સદી 22 વર્ષ 116 દિવસની ઉંમરમાં લગાવ્યા. 

એક ટીમ વિરૂદ્ધ સૌથી વધુ સદી
યશસ્વીએ મુંબઈ સામે બીજી સદી ફટકારી હતી. એક ટીમ સામે બે સદી ફટકારનાર તે પાંચમો બેટ્સમેન છે. આ મામલે કેએલ રાહુલ પ્રથમ સ્થાને છે. તેણે મુંબઈ સામે 3 સદી ફટકારી છે. ક્રિસ ગેલે પંજાબ કિંગ્સ સામે 2 સદી, વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ 2 સદી, ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 2 સદી ફટકારી છે. જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 2-2 સદી ફટકારી છે. હવે આ યાદીમાં યશસ્વી પણ જોડાઈ ગયા છે.

રાજસ્થાને પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ
રાજસ્થાનની ટીમ આઇપીએલ ઇતિહાસમાં શરૂઆતી આઠ મેચોમાંથી સાત જીતનાર પાંચમી ટીમ બની ગઇ. સૌથી પહેલાં મુંબઇ ઇન્ડીયન્સે 2010 માં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પંજાબ કિંગ્સે 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે 2019માં અને ગુજરાત ટાઇટન્સે 2022માં આ કર્યું હતું. જેમાંથી તે સિઝનમાં માત્ર ગુજરાતની ટીમ જ ચેમ્પિયન બની શકી હતી.

હોમ ગ્રાઉન્ડને બનાવ્યો કિલ્લો
રાજસ્થાને આ સીઝનમાં પોતાના હોમગ્રાઉન્ડના કિલ્લામાં તબદીલ કરી દીધો. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેદિયમમાં તેણે આ સીઝનમાં મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ માત્ર એક મેચ હારી હતી. ગયા વર્ષે આ રેકોર્ડ સાવ અલગ હતો. 2023 માં, રાજસ્થાનની ટીમ અહીં જયપુરમાં પાંચમાંથી ચાર મેચ હારી હતી. તે માત્ર એક જ મેચ જીતી શક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news