IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી

IPL 2024 RCB Vs CSK : આરસીબીએ આઈપીએલ 2024 માં એ સમયે ઈતિહાસ રચ્યો, જ્યારે તેણે સીએસકેને હરાવીને પ્લેઓફની ટિકિટ હાંસિલ કરી. સીઝનના પહેલા 7 માંથી 6 મેચ હારીને કોઈ ટીમ આવું કરી શકી નથી

IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી

IPL 2024 : ફાફ ડુપ્લેસીની આગેવાનીવાળી રોયલ બેંગલુરુએ આઈપીએલ 2024 માં એ સમયે ઇતિહાસ રચ્યો જ્યારે ટીમે પ્લેઓફ ટિકિટ હાંસિલ કરી છે. આરસીબીએ આઈપીએલ 2024 ના 68 માં કોમ્પિટિશનમાં 5 વાર ચેમ્પિયન સીએસકેના 27 રનથી હંફાવીને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું. આરસીબી આ સાથે જ આઈપીએલના ઈતિહાસની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સીઝન પહેલા 7 માંથી 6 મુકાલબામા હાર બાદ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરાઈ છે. આજ સુધી આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં કોઈ અન્ય ટીમ આવુ કરી શકી નથી. આરસીબીની આ ટુર્નામેન્ટના ઈતિહાસનું આ સૌથી મોટું કમબેક છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આઈપીએલ 2024 ની શરૂઆત નિરાશાજનક રહી હતી. પહેલા હાફમાં ટીમે 7 માંથી 6 મુકાબલા ગુમાવ્યા હતા. તો 8 મી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એક એવો સમય હતો, જ્યારે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે 10 માં સ્તર પર આવી ગઈ હતી અને તેના પર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતર મંડરાઈ રહ્યો હતો. ત્યારે ટીમે એક એવી લય પકડી, કે બેક ટુ બેક 6 મુકાલબા જીત્યા અને દરેકને ચોંકાવીને પ્લેઓફ ટિકિટ હાંસિલ કરી. 

આરસીબી આ સાથે જ એક સીઝનમાં સતત 6 હાર ઝેલવાની સાથે સતત 6 મુકાબલા જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. આજ સુધી આવું કોઈ ટીમ કરી શકી નથી. આ પહેલા 2010 માં ડેક્કન ચાર્જર્સ, 2020 માં પંજાબ કિંગ્સ અને 2022 માં સનરાઈઝર્સ હૈદરાબાદે એક સીઝનમાં સતત 5 મેચ જીત્યા બાદ આટલા જ મુકાબલા હારી ગયાહ તા. પરંતુ છઠ્ઠીવાર આવુ કારનાનું કરનારી આઈપીએલની ઈતિહાસની આ પહેલી ટીમ બની છે. 

આરસીબીની વાત કરીએ તો, આઈપીએલમાં આ બીજો મોકો છે, જ્યાર ટીમે જીતની ડબલ હેટ્રિક લગાવી છે. આ પહેલા બેંગલુરુએ 2011 માં સતત 7 મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો અને તે વર્ષે ટીમ ઉપ-વિજેતા રહી હતી. 

આરસીબીની પાસે આ વર્ષે આ રેકોર્ડ તોડવાની તક છે. જો ટીમ પ્લેઓફમાં પહેલા એલિમિનેટર અને બાદમાં ક્લોલીફાયર-2 માં જીતવામાં સફળ રહે છે તો તેના નામે સતત 8 મુકાબલા જીતવાનો રેકોર્ડ નોંધાઈ જશે. જો  આ ટીમ ફાઈનલ જીતીને ઈતિહાસ રચે છે તો આરસીબીની જીતની હેટ્રિક પણ લાગી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news