IPL 2024: સફેદ ધોતી પહેરી મંદિર પહોંચ્યા શુભમન ગિલ, ગુજરાતના પ્લેઓફમાં જવાની આશા

Shubhman Gill: આઇપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સની હાલત સારી નથી. ટીમના પ્લેઓફમાં જવાની પ્રાર્થના કરવા શુભમન ગિલ મંદિરમાં માથું ટેકવા પહોંચ્યા હતા.

IPL 2024: સફેદ ધોતી પહેરી મંદિર પહોંચ્યા શુભમન ગિલ, ગુજરાતના પ્લેઓફમાં જવાની આશા

Shubhman Gill: ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) આઇપીએલ 2024 (IPL 2024) ના પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને પ્લેઓફમાં જવું છે તો કોઇપણ ભોગે પોતાની આગામી તમામ મેચો જીતવી પડશે. એવામાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) અમદાવાદ (ahmedabad) સ્થિત મલ્લિનાથ મંદિરમાં માથું ટેકવા પહોંચ્યા હતા.

શુભમન ગિલ (Shubhman Gill) ને સફેદ ધોતી પહેરેલો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. તેમણે મંદિરની ધાર્મિક ક્રિયાનું પાલન કર્યું. તમને જણાવી દઇએ કે શુભમન ગિલ (Shubhman Gill) એવા પહેલાં એથલીટ નથી જે મંદિરમાં પૂજા કરવા ગયા છે. આ પહેલાં ઘણા ખેલાડીઓ મહત્વપૂર્ણ મેચ અથવા ટૂર્નામેન્ટ પહેલાં મંદિરમાં માથું ટેકવા જતા હોય છે. 

ભગવાન મલ્લિનાથના મંદિર વિશે
આ મંદિર ભગવાન મલ્લિનાથને સમર્પિત છે, જે જૈન ધર્મમાં 19મા તીર્થકર છે. વર્ષ 19930 માં ખોદકામ કરતી વખતે ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ 13 વર્ષ બાદ 1943 માં મંદિર બનાવવામાં આવ્યું અને તેમાં ભગવાન મલ્લિનાથની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. તેમની મૂર્તિ પદ્માસનમાં બેઠેલી છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ પર મંદિર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શુભમન ગિલ (Shubhman Gill) એવા સમયે મંદિર પહોંચ્યા છે જ્યારે તેમની ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને આગામી બંને મેચો જીતવી જરૂરી છે. 

— ⍟ (@harshlaxy) May 12, 2024

કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે ગુજરાત? 
આઇપીએલ 2024 (IPL 2024) માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અત્યાર સુધી 12 મેચો રમી ચૂકી છે, જેમાં તેમણે 5 જીત નોંધાવી છે. હાલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે આઠમા નંબર પર છે. જોકે ગુજરાતની નેટ રન-રેટ-1.063 છે, એટલા માટે પ્લેઓફમાં જવા માટે ગુજરાતને કેકેઆર અને ત્યારબાદ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ મોટી જીત નોંધાવવી પડશે. ગુજરાતની પ્લેઓફમાં જવાની આશા ખૂબ ઓછી છે. કારણ કે જો RCB એ CSK ને હરાવી દીધું તો નેટ રન રેટના કારણે ગુજરાતની ટીમ ટોપ 4 માં જવાથી વંચિત રહી શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news