Apple આજે લોન્ચ કરશે iPhone 11 સિરીઝના સ્માર્ટફોન, જાણો શું છે ખાસ

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમા OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જ્યારે iPhone 11મા પહેલાની જેમ LED ડિસ્પ્લે હશે.

Apple આજે લોન્ચ કરશે iPhone 11 સિરીઝના સ્માર્ટફોન, જાણો શું છે ખાસ

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે iPhone 11 પરથી આજે પડદો ઉંચકાઇ જશે. આજે રાત્રે 10.30 કલાકે Apple હેડક્વાર્ટરના સ્ટીવ જોબ્સ થિએટરમાં આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે કંપની ત્રણ સ્માર્ટફોન iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max લોન્ચ કરશે. તમામ લીક પ્રમાણે iPhone 11 સિરીઝના સ્માર્ટફોનમાં સ્ક્વાયર કેમેરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. iPhone 11 Proની ડિસ્પ્લે 5.8 ઇંચ અને iPhone 11 Pro Maxની સ્ક્રીન 6.5 ઇંચ હશે. iPhone 11મા ડુઅલ કેમેરા હોઈ શકે છે.

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમા OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જ્યારે iPhone 11મા પહેલાની જેમ LED ડિસ્પ્લે હશે. આ સિવાય ફેશિયલ રિકોર્ગ્નિશન સેન્સર અને વધુ વાઇડ હોઈ શકે છે.

રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે iPhone 11મા રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ હોઈ શકે છે. હાલમાં સેમસંગ અને હુઆવેએ પોતાના નવા સ્માર્ટફોનમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. 11 Pro અને iPhone 11 Pro Max ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. આ સિવાય લોન્ચ કરનારા સ્માર્ટફોનમાં A13 processorનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news