તમારાથી પણ ઓછો છે Facebookના CEO માર્ક ઝકરબર્ગનો પગાર, ચોંકાવનારો રિપોર્ટ વાંચી વિશ્વાસ નહીં થાય...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ દસ નામોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે માર્ક ઝકરબર્ગનો પગાર કેટલો છે?

તમારાથી પણ ઓછો છે Facebookના CEO માર્ક ઝકરબર્ગનો પગાર, ચોંકાવનારો રિપોર્ટ વાંચી વિશ્વાસ નહીં થાય...

નવી દિલ્હી: આજના યુગમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે. આ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ફેસબુકનું (Facebook) નામ ચોક્કસથી લેવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ દસ નામોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે માર્ક ઝકરબર્ગનો પગાર કેટલો છે? આજે અમે તમને એક ચોંકાવનારી વાત જણાવવા જઈ રહ્યા છીએ.
 
જ્યારે માર્ક ઝુકરબર્ગનો બેઝિક પગાર ઘણો ઓછો છે, પરંતુ માત્ર તેમની સુરક્ષા પાછળ ખર્ચવામાં આવેલી રકમ હજારો લોકોની સેલેરી જેટલી છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ..
 
માર્ક ઝકરબર્ગનો પગાર આટલો જ છે
તમને જણાવી દઈએ કે ફેસબુક વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. માર્ક ઝકરબર્ગ આ પ્લેટફોર્મના સ્થાપક અને સીઈઓ છે. તમે કદાચ નહીં જાણતા હોવ, સીઈઓ તરીકે માર્ક ઝકરબર્ગની બેઝિક સેલરી માત્ર એક ડોલર (લગભગ 75 રૂપિયા) છે. જો તમે વિચારી રહ્યાં હોવ કે આવું કેમ છે, તો અમે તમને જણાવી દઈએ કે માર્ક ઝકરબર્ગ એવા ટેક સીઈઓમાંથી એક છે જે માને છે કે ફુલ ટાઈમ કર્મચારીઓને ફી આપવી જોઈએ. એટલા માટે તેમનો બેઝિક પગાર ઘણો ઓછો છે. ગયા વર્ષે તેમણે બોનસ પેમેન્ટ પણ લીધું ન હતું.
 
ફેસબુકના CEOની સુરક્ષામાં અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે
જો કે ફેસબુકના સીઈઓની સેલેરી માત્ર એક ડોલર છે, પરંતુ તેમની સુરક્ષા પર ઘણો ખર્ચ કરવામાં આવે છે. કંપનીના વાર્ષિક એક્ઝિક્યુટિવ કમ્પેન્સેશન રિપોર્ટ અનુસાર, 2020માં, ફેસબુકે માર્ક ઝકરબર્ગની સુરક્ષા પર $23.4 મિલિયન (આશરે રૂ. 1 અબજ 76 કરોડ) ખર્ચ્યા હતા. તમને જણાવી દઈએ કે માર્ક ઝકરબર્ગના પરિવારની સુરક્ષા માટે કંપની દ્વારા 10 મિલિયન ડોલર (75 કરોડ રૂપિયાથી વધુ) પ્રી-ટેક્સ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે.
 
ફાઇલિંગ અનુસાર, માર્ક ઝકરબર્ગ પર ફક્ત $ 13.4 મિલિયન (એક અબજ રૂપિયાથી વધુ) ખર્ચવામાં આવ્યા હતા, જેમાં તેમની મુસાફરી અને રહેણાંક સુરક્ષાનો સમાવેશ થાય છે.
 
તમને જણાવી દઈએ કે આ જ ખર્ચ Alphabet Inc અને Amazon જેવી કંપનીઓના CEOની સુરક્ષા પર કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news