Passport renewal: પાસપોર્ટ રિન્યૂ કરવું થયું હવે વધુ સરળ, આ રીતે ઘરબેઠાં Online થશે કામ

Online Passport renewal: વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી દસ્તાવેજ છે. ઘણી વખત જ્યારે તેનો ઉપયોગ કરવાનું થાય ત્યારે ખબર પડે તે  પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવા આવી છે. આવી સ્થિતિમાં ભારે ટેન્શન થઈ જાય છે. 

Passport renewal: પાસપોર્ટ રિન્યૂ કરવું થયું હવે વધુ સરળ, આ રીતે ઘરબેઠાં Online થશે કામ

Online Passport renewal: વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી દસ્તાવેજ છે. ઘણી વખત જ્યારે તેનો ઉપયોગ કરવાનું થાય ત્યારે ખબર પડે તે  પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવા આવી છે. આવી સ્થિતિમાં ભારે ટેન્શન થઈ જાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ કામ ઝડપથી ઘરેબેઠા કરી શકાય છે. જો પાસપોર્ટની વેલિડીટી પૂર્ણ થવાની હોય તો અથવા થઈ ચૂકી હોય તો તમે આ સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશો. 

 આ પણ વાંચો:

Step- 1 આ રીતે ભરો ફોર્મ
- સૌથી પહેલા પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ પર જઈને લોગઈન કરજો
- એપ્લાઈ ફોર ફ્રેશ પાસપોર્ટ/ રિન્યૂ ઓફ પાસપોર્ટ વાળી લિંક પર ક્લિક કરો
- ત્યારબાદ, ઓલ્ટરનેટિવ વન વાળા ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ નવું પેજ ખુલી જશે
- જો તમે ઈચ્છો તો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને પણ ભરી શકો છો.
- ત્યારબાદ આ ફોર્મ ભર્યા પછી વેબસાઈટ પર અપલોડ કરી શકાશે
- જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો 'fill the application form online' પર ક્લિક કરો

Step-2 અપોઈમેન્ટ લેવી છે જરૂરી
- ઓનલાઈન ફોર્મના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે જરૂરી ડિટેઈલ્સ સબમિટ કરવી પડશે
- ત્યારબાદ લોગઈન કર્યા બાદ, પહેલું પેજ ખુલશે જ્યા સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો
- હવે પેમેન્ટ કરવા માટે રેડિયો બટન પર ક્લિક કરો
- Pay and Schedule Appointmentના વિકલ્પ પર ક્લિક કરો
- ઓનલાઈન પેમેન્ટના વિકલ્પને સિલેક્ટ કર્યા બાદ આગળ વધો
- તમને જણાવી દઈએ કે પાસપોર્ટ ઓફિસમાં અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે.

Step-3 આ રીતે લો અપોઈમેન્ટ
- હવે તમારા મોબાઈલ પર તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રોના નામની લિસ્ટ આવશે
- ત્યારબાદ તમારા સમયની અનુકૂળતાએ અપોઈમેન્ટની તારીખ અને સમય નક્કી કરો
- હવે પે અને બુક અપોઈમેન્ટ પર ક્લિક કરો
- પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ ફરી પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર જાઓ
- અહીં તમને હવે અપોઈમેન્ટ કન્ફર્મનું પેજ જોવા મળશે
- અહી તમને તમામ વિગતો જોવા મળશે
- એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો, આ દરમિયાન અપોઈમેન્ટ  નંબર હોવો જરૂરી છે.

 આ પણ વાંચો:

Step-4 પાસપોર્ટ ઓફિસ જતા પહેલા આ દસ્તાવેજ સાથે રાખો
- પાસપોર્ટ ઓફિસ જતા પહેલા પ્રિન્ટની રિસીપ્ટ સાથે રાખો
- સ્લિપ દેખાડ્યા બાદ તમને ત્યા એન્ટ્રી મળશે
- ત્યારબાદ ત્યા તમારી પાસેથી ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે
- તમારા ફોટા સાથે ડોક્યુમેન્ટ્સ આપી દો
- ફોટાની સાથે તમારી સહી પણ આપવી પડશે, આ સહી તમારા પાસપોર્ટ પર પણ જોવા મળશે

Step -5 આ રીતે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને કરો ટ્રેક
- હવે તમને એક સ્લિપ મળશે, જેની મદદથી તમે તમારા પાસપોર્ટના સ્ટેટ્સને ટ્રેક કરી શકશો
- ત્યારબાદ પોલીસ વેરીફિકેશન આવશે, અને એક અઠવાડિયા પછી તમારો પાસપોર્ટ પોસ્ટની મારફતે તમારા ઘરે પહોંચી જશે
- પાસપોર્ટ મળ્યા બાદ તમારા જૂના પાસપોર્ટને પાસપોર્ટ ઓફિસ લઈ જાઓ
- અહીં તમારા જૂના પાસપોર્ટને જમા કરાવો
- પાસપોર્ટ ખોવાઈ ગયો હોય કે ચોરી થયો હોય તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news