ડાયાબિટીસના દર્દી ન કરે આ 5 વસ્તુનું સેવન, બાકી વધી જશે બ્લડ સુગર લેવલ

ડાયાબિટીસ

ભારતમાં ડાયાબિટીસ દર્દીની સંખ્યા ખુબ વધી રહી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાઇટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શું ન ખાવું

શારદા હોસ્પિટલના જનરલ મેડિસિન પ્રોફેસર અનુરાગ પ્રસાદ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ શું ન ખાવું જોઈએ.

સુગર

પેસ્ટ્રી, મિઠાઈ, કેક, કુકીઝ અને ચોકલેટ જેવી સુદરવાળી વસ્તુ ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવી જોઈએ.

હાનિકારક પ્રભાવ

વધુ ખાંડ ખાવાથી મોટાપો, બ્લડ પ્રેશર, સોજામાં વધારો અને પેટ ફૂલવું સામેલ છે.

તળેલું ભોજન

બહારનું તળેલું ભોજન ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. તે લોહીમાં સુગરના સ્તરને ખુબ પ્રભાવિત કરી શકે છે.

હાનિકારક અસર

બહારનું ઓયલી ફૂડ્સ ખાવાથી હાર્ટ સંબંધિત પરેશાનીઓનું જોખમ વધી જાય છે.

પેકેજિંગ ફૂડ

પેકેજિંગ ફૂડમાં સોડિયમ અને ભોજન ખરાબ ન થાય તે માટે કેમિકલનો ઉપયોગ થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક છે.

ફળ

ડાયાબિટીસના દર્દીઓ સુગરથી યુક્ત કેટલાક ફળ, જેમ કે અંજીર, દ્વાક્ષ, કેરી, ચેરી અને કેળાનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

કયા ફળનું કરો સેવન

ડાયાબિટીસમાં દર્દીઓએ જાંબુ, નાશપતી, મોસંબી, સફરજન જેવા ફળનું સેવન કરવું જોઈએ.