Pineapple Juice: રોજ 1 ગ્લાસ પાઈનેપલ જ્યૂસ પીવાથી થતા લાભ વિશે

અનાનસ

ઉનાળાના સમયમાં અનાનસ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. અનાનસ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

અનાનસનો રસ

જો તમે રોજ એક ગ્લાસ અનાનસનો રસ પીવો છો તો તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે.

પોષકતત્વો

અનાનસ કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી થી ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હોય છે.

પેટની સમસ્યા

જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમના માટે એક ગ્લાસ અનાનાસનો રસ દવાની જેમ અસરકારક સાબિત થાય છે.

બ્લડ પ્રેશર

અનાનસનો રસ પીવાથી હૃદય સંબંધિત સમસ્યા પણ થતી નથી. બ્લડ પ્રેશરના દર્દી માટે અનાનસનો રસ ફાયદાકારક છે.

હાડકા

પાઈનેપલ કેલ્શિયમથી ભરપુર હોય છે તે હાડકાને પણ મજબૂત બનાવે છે.

આંખ

આંખ માટે પણ અનાનસ ફાયદાકારક છે. આંખની રોશની વધારવા માટે અનાનસનો રસ પીવો જોઈએ.