રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ લગ્ન કરવા દરમિયાન એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે.
અહીં પર હળદર લાગેલા હાથથી લાફો મારી લગ્ન નક્કી કરવામાં આવે છે.
આ પરંપરાને બાંસવાડા, પ્રતાપગઢ, ઉદયપુર, ડૂંગરપુરના માંડવી ચોખલેમાં નિભાવવામાં આવે છે.
લગ્ન પાક્કા કરવા માટે પહેલા બંને પક્ષોમાં વાતચીત થાય છે.
ત્યારબાદ સગાઈ નક્કી કરવા માટે યુવક પક્ષથી 4-6 લોકો યુવતીના ઘરે આવે છે.
આ દરમિયાન યુવતી પક્ષ સમાજના મુખિયાને બોલાવવામાં આવે છે. પછી સમાજના લોકોને બોલાવવામાં આવે છે.
પછી બધા લોકોની હાજરીમાં બંને પક્ષ સંબંધોની જાણકારી આપે છે, ત્યારબાદ સગાઈની તારીખ નક્કી થાય છે.
સગાઈની તારીખ પર યુવક પક્ષના બે યુવકોને બેસાડવામાં આવે છે, તેમાં વરરાજા હોતો નથી.
તેમાં યુવક પક્ષ તરફથી એક-એક રૂપિયાના પાંચ સિક્કા તથા યુવતી પક્ષ તરફથી પાંચ સોપારી લઈ મહિલા આવે છે. સિક્કા-સોપારી એકબીજાને આપવામાં આવે છે.
ત્યારબાદ મુખિયા હલ્દી લાગેલા હાથથી યુવકને થપ્પડ મારી સગાઈ પર મહોર લગાવે છે. સાથે મીઠું મોઢું કરાવે છે.
આ લેખ સામાન્ય જાણકારી અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.