ઘરમાંથી હંમેશા માટે ગાયબ થઈ જશે કીડા-મકોડા, બસ કરી લો આ 10 જાદુઈ ઉપાય

લીમડાનું તેલ

રસોડામાંથી નાના-નાના કીડા હટાવવા માટે પાણીમાં લીમડાના તેલના કેટલાક ટીંપા સ્પ્રે કરો. તેની ગંધથી કીડા-મકોડા મરી જાય છે.

ફુદીનાનો ઉપયોગ

ફુદીનાના તેલનો સ્ક્રેમ કરી મકોડા, કીડી, વંદા ભાગી જાય છે. તેનાથી ઘરમાં પણ ખુશ્બુ બની રહે છે.

તજનો ઉપયોગ

વંદાને દૂર રાખવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. કબાટમાં તેને રાખવાથી જીવ-જંતુ ભાગી જાય છે.

બેકિંગ સોડા અને ડુંગળી

રસોઈ ઘરમાંથી કોકરોજને ભગાડવા માટે રાત્રે ડુંગળી કાપી તેના પર બેકિંગ સોડા લગાવી છોડી દો. આગામી દિવસે કોકરોજ મરેલા મળશે.

તજનો ઉપયોગ

જો ઘરમાં કીડીઓથી પરેશાન છો તો રસોડાના દરેક ખુણામાં તજ પાઉડર છાંટી દો. તેની સુગંધથી કીડીઓ ગાયબ થઈ જશે.

તુલસીના પાંદડા

માખીઓથી છુટકારો મેળવવા માટે તમારે રસોડામાં તુલસીનો છોડ કે પાંદડા રાખવા જોઈએ. તેની ગંધથી માખીઓ ભાગી જશે.

એપલ વિનેગર

રસોઈમાંથી નાના કીડાઓને ભગાડવા માટે એપલ વિનેગરને છાંટી દો. તેની સુગંધથી નાના-મોટા કીડા ભાગી જાય છે.

સૂર્ય પ્રકાશ

ઘરમાં જીવજંતુઓ આવતા રોકવા માટે સૂર્યપ્રકાશ આવવો જરૂરી છે.

ડ્રેનેજ પાઇપનું ચેકિંગ

તમારા ઘરની ડ્રેનેજ પાઇપનું નિયમિત ચેકિંગ કરતા રહો. જો ત્યાં લીકેજ જોવા મળે તો તેને ઠીક કરાવી લો.

નિયમિત સફાઈ

તમારા ઘર અને રસોડાને જીવજંતુઓથી દૂર રાખવા માટે નિયમિત સફાઈ જરૂરી છે.