Akshaya Tritiya પર આ સરળ કામ કરનારને અચૂક થાય લાભ, અજમાવો તમે પણ

શુક્રવારે અક્ષય તૃતીયા

આ વર્ષે 10 મે 2024 અને શુક્રવારે અક્ષય તૃતીયા ઉજવાશે. આ દિવસે સોનુ અને ચાંદી ખરીદવું શુભ ગણાય છે.

ધનનો ભંડાર

પૌરાણિક કથા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ કુબેર ભગવાનને ધનનો ભંડાર મળ્યો હતો.

ભગવાન કુબેર

અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી ધનની આવક વધે છે.

ધન લાભ

ધન લાભ માટે કુબેર ભગવાનને અક્ષય તૃતીયાના દિવસે કંકુ, ચંદન, ચોખા, અત્તર, લવિંગ, એલચી, સોપારી, આખા ધાણા, ફળ તેમજ ફૂલ અર્પણ કરો.

કુબેર ચાલીસા

ભગવાન કુબેરની પૂજા કરી અને કુબેર ચાલીસાનો પાઠ પણ કરવો.

કુબેર યંત્ર

જો ઘરમાં કુબેર યંત્ર હોય તો અક્ષય તૃતીયાના દિવસે તેની પૂજા કરીને તેને તિજોરીમાં સ્થાપિત કરો

મંત્ર

અક્ષય તૃતીયાના દિવસે ઓમ શ્રીં ઓમ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: મંત્રનો 108 વખત જાપ કરો

ધન લાભ

ભગવાન કુબેરની પૂજા કરી આ મંત્રનો જાપ કરનારના જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી. ધન સતત વધતું રહે છે.