ઇરાકમાં અમેરિકી એમ્બેસી પર સૌથી મોટો હુમલો, બેલિસ્ટિક મિસાઈલોથી ધણધણ્યું કેમ્પસ, ભીષણ આગ ફાટી નીકળી

ઈરાકના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘણી મિસાઈલોએ અમેરિકન એમ્બેસીને નિશાન બનાવી છે. એમ્બેસીની બિલ્ડિંગ નવી બનાવવામાં આવી છે અને હાલમાં જ ત્યાં એક સ્ટાફ શિફ્ટ કરવામાં આવ્યો છે.

ઇરાકમાં અમેરિકી એમ્બેસી પર સૌથી મોટો હુમલો, બેલિસ્ટિક મિસાઈલોથી ધણધણ્યું કેમ્પસ, ભીષણ આગ ફાટી નીકળી

નવી દિલ્હી; હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. ત્રીજા વિશ્વપુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ઈરાકના ઈકબિલમાં સ્થિત અમેરિકી એમ્બેસી પર 12 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આપી છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઈરબિલ શહેર પર છોડવામાં આવેલી મિસાઈલ પાડોશી દેશ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. ઈરાક અને અમેરિકા બન્ને તરફથી આ મિસાઈલ હુમલાને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એક અન્ય અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને ના તો કોઈ જાનહાનિ થઈ.

ઈરાકના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘણી મિસાઈલોએ અમેરિકન એમ્બેસીને નિશાન બનાવી છે. એમ્બેસીની બિલ્ડિંગ નવી બનાવવામાં આવી છે અને હાલમાં જ ત્યાં એક સ્ટાફ શિફ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું છે કે અત્યાર સુધી જાણી શકાયું નથી કે કુલ કેટલી મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલી લેન્ડ થઈને અહીં પડી છે. આ ઘટના અડધી રાત્રે બની છે અને તેમાં ભારે નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સોસિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

એમ્બેસીના પરિસરમાં લાગી ભીષણ આગ

— Alfons López Tena (@alfonslopeztena) March 13, 2022

વાયરલ વીડિયોમાં સંભળાયા વિસ્ફોટના અવાજ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે મિસાઈલ પડવાના કારણે અનેક વિસ્ફોટ થયા છે અને અમેરિકી એમ્બેસીના પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી. વીડિયોમાં વિસ્ફોટના અવાજો સાંભળી શકાય છે અને આગ લાગેલી પણ દેખાઈ રહી છે. એક ઈરાકી અધિકારીએ આ ઘટના વિશે જણાવ્યું છે કે બેલિસ્ટિક મિસાઈલ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. જોકે અધિકારીએ આ મામલે વધુ જાણકારી આપી નહોતી. અમેરિકી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી નથી કે મિસાઈલનો પ્રકાર કયો હતો. અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે ઈરાકની સરકાર અને કુર્દિશની સ્થાનિક સરકાર આ મામલે વધુ તપાસ કરી રહી છે.

No description available.

અમેરિકી એ ઘટનાની નિંદા કરી
અમેરિકાએ આ ઘટનાને વખોડતા તેણે ઈરાકની સંપ્રભુતા વિરુદ્ધ અપમાનજનક હુમલો અને હિંસાનું પ્રદર્શન ગણાવ્યું છે. આ હુમલા સીરિયાના દમિશ્કની પાસે એક ઈઝરાયલી હુમલના ઘણા દિવસો પછી થયા છે, જેમાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના બે સભ્યો મોતને ભેટ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયે બુધવારે થયેલા હુમલાની કડક નિંદા કરી હતી અને બદલો લેવાની સોંગદ ખાધા હતા. જ્યારે રવિવારે ઈરાનની સરકારી આઈઆરએનએ સમાચાર એજન્સીએ ઈરાકી મીડિયાનો હવાલો આપીને ઈરબિલમાં હુમલા વિશે જાણકારી આપી, પરંતુ તે જણાવ્યું નથી કે હુમલો ક્યાંથી થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news