Israel-Hamas Deal: 4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો....ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?

Israel-Hamas Deal News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકો (મહિલાઓ અને બાળકો)ને છોડશે અને બદલામાં ઈઝરાયેલ અસ્થાયી રીતે જંગ રોકશે જો કે આ ડીલ અંગે બધી વાતો હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

Israel-Hamas Deal: 4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો....ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?

Israel-Hamas Deal News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકો (મહિલાઓ અને બાળકો)ને છોડશે અને બદલામાં ઈઝરાયેલ અસ્થાયી રીતે જંગ રોકશે જો કે આ ડીલ અંગે બધી વાતો હજુ સ્પષ્ટ થઈ શકી નથી. ડીલની એ વાતો ખાસ જાણો જેની જાહેરાત અધિકૃત રીતે થઈ છે. 

50 બંધકોનો છૂટકારો, ચાર દિવસનો યુદ્ધવિરામ
સીએનએનના રિપોર્ટ મુજબ ઈઝરાયેલસરકારના એક નિવેદનમાં કહેવાયું છે કે કેબિનેટે એક સમજૂતિને મંજૂરી આપી છે, જે હેઠળ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકો (મહિલાઓ અને બાળકો)ને છોડી મૂકવામાં આવશે. જેના બદલામાં ઈઝરાયેલના હવાઈ અને જમીની અભિયાનમાં ચાર દિવસનો સંઘર્ષ વિરામ રહેશે. નિવેદનમાં ઈઝરાયેલી જેલોમાં બંધ પેલેસ્ટાઈન કેદીઓના છૂટકારાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી જો કે માનવામાં આવે છે કે આ પણ સમજૂતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. એક સરકારી સૂત્રએ સીએનએનને જણાવ્યું કે આ ડીલને ઈઝરાયેલની કેબિનેટે ભારે બહુમતથી મંજૂરી આપી છે. 

ડીલમાં કઈ કઈ વાતો થઈ શકે છે સામેલ?
- અલઝઝીરાના જણાવ્યાં મુજબ ઈઝારાયેલી જેલોમાંથી લગભગ 150 જેટલી પેલેસ્ટાઈનની મહિલાઓ અને બાળકોને છોડી મૂકવામાં આવે તેવી આશા છે. 
- એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશી નાગરિકોને મુખ્ય સમજૂતિમાં સામેલ કરાયા નથી. પરંતુતેઓ હજુ પણ અલગ અલગ ડીલનો ભાગ હોઈ શકે છે અને કદાચ અસ્થાયી યુદ્ધવિરામ સમયગાળા દરમિયાન છોડી મૂકવામાં આવી શકે છે. 
- યુદ્ધમાં વિરામ દરમિયાન પ્રત્યેક દિવસ 10 કેદીઓને છોડવામાં આવે તેવી શક્યતા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલ હમાસ દ્વારા છોડવામાં આવેલા પ્રત્યેક 10 બંધકો માટે એક વધારાનો દિવસ વિરામ આપવામાં માટે તૈયાર છે. 
- ગાઝા પટ્ટીમાં ઈંધણ સહિત સહાયતાના લગભગ 300 ટ્રકોને મંજૂરી મળે તેવી આશા છે. 
- કથિત રીતે ઈઝરાયેલ રોજ છ કલાક ડ્રોન નહીં ઉડાવવા પર સહમત થયું છે. હમાસે વાતચીત દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે લડાઈમાં વિરામ દરમિયાન ડ્રોનનો ઉપયોગ આગળની ઈન્ટેલિજન્સ માહિતી ભેગી કરવા માટે કરવામાં આવશે. 

શું તરત રોકાઈ જશે યુદ્ધ? ડીલ બાદ આગળ શું
- ઈઝરાયેલ સરકારે હમાસ સાથે લડાઈ રોકવા માટે કતારની મધ્યસ્થતાને મંજૂરી આપી છે. 
- અલઝઝીરાના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા અનેક તબક્કામાં થશે જેનો અર્થ છે કે ગાઝા પર ઈઝરાયેલી બોમ્બિંગનો તત્કાળ અંત થવાની સંભાવના નથી. 
- હવે કતારને એક અધિકૃત સૂચના મોકલવામાં આવે તેવી આશા છે જેમાં સંઘર્ષ વિરામ સમજૂતિના પક્ષમાં ઈઝરાયેલી કેબિનેટના મત અંગે જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ કતારમાં ડીલની અધિકૃત જાહેરાત કરાશે. 
- જાહેરાતના 24 કલાક દરમિયાન સંઘર્ષ વિરામ સમજૂતિનો વિરોધ કરનાર કોઈ પણ ઈઝરાયેલી ઈઝરાયેલની હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. 
- આ સમયગાળા દરમિયાન ન તો ગાઝામાં બંધકોને કે ન તો ઈઝરાયેલી જેલમાં બંધ પેલેસ્ટાઈનના કેદીઓને છોડવામાં આવશે. 
- અપીલનો આ સમય વીતી ગયા બાદ શક્યતા છે કે બંધકો અને કેદીઓની પહેલી અદલા બદલી ગુરુવાર કે શુક્રવારે થશે. 
- ઈઝરાયેલી મીડિયાએ ઈઝરાયેલના રાજનીતિક સૂત્રોના હવાલે કહ્યું કે સંઘર્ષ વિરામ દરમિયાન ગાઝામાં લડાઈથી વિસ્થાપિત પેલેસ્ટાઈન યુદ્ધગ્રસ્ત ક્ષેત્રના ઉપરી ભાગમાં પાછા ફરવામાં અસમર્થ હશે. 

અત્રે જણાવવાનું કે સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મોત થયા હતા. આ દરમિયાન હમાસના આતંકીઓએ લગભગ 239 લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલે હમાસના કંટ્રોલવાળા ગાઝા પટ્ટી પર હવાઈ અને પછી જમીની હુમલા કરવાના શરૂ કરી દીધા. ઈઝરાયેલના હુમલામાં 14100થી વધુ લોકો માર્યા ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news