ઈરાનની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ભડકી ગયું, કહ્યું- 2 બાળકોના થયા મોત, પરિણામ ભયાનક આવશે

ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સમૂહોના ઠેકાણા પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને પણ આ હુમલાની હવે પુષ્ટિ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આકરી ટીકા કરી છે.

ઈરાનની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ભડકી ગયું, કહ્યું- 2 બાળકોના થયા મોત, પરિણામ ભયાનક આવશે

ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સમૂહોના ઠેકાણા પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને પણ આ હુમલાની હવે પુષ્ટિ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આકરી ટીકા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાને દેશના 'સાર્વભૌમત્વનો ભંગ' ગણાવ્યો છે અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. 

અત્રે જણાવવાનું કેઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી ગ્રુપ જૈશ અલ અદલના ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કર્યા. ઈરાની મીડિયાના જણાવ્યાં મુજબ હુમલા બલુચિસ્તાન પ્રાંતના પહાડોમાં કરવામાં આવ્યા અને મિસાઈલો, ડ્રોનથી આતંકી ઠેકાણાઓ પર નિશાન સાધવામાં આવ્યું. બીજા બાજુ પાકિસ્તાને જણાવ્યું કે હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. 

ઈરાનના આ પગલાથી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થવાનો ડર પેદા થયો છે અને બંને દેશ લાંબા સમયથી રાજનયિક સંબંધો જાળવી રાખતા એકબીજા પર શંકાની નજરે જુએ છે. 

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કરી ટીકા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એર સ્પેસમાં 'અકારણ ઉલ્લંઘન' ની આકરી ટીકા કરે છે. જેના પગલે બે માસૂમ બાળકોના મોત થયા જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ. નિવેદનમાં આગળ કહેવાયું છે કે પાકિસ્તાનની સંપ્રભુતાનો આ ભંગ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામ આવી શકે છે. 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં એ નથી જણાવ્યું કે હુમલો ક્યાં થયો. પરંતુ પાકિસ્તાનના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હુમલાની જગ્યા બલુચિસ્તાન પ્રાંત જણાવવામાં આવી રહી છે. જ્યાં બંને દેશો લગભગ 1000 કિમી લાંબી સરહદ શેર કરે છે. આ ખુબ ઓછી વસ્તીવાળો વિસ્તાર છે. 

Pakistan’s Strong Condemnation of the Unprovoked Violation of its Air Space

— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) January 16, 2024

ઈરાનના સીરિયા અને ઈરાક પર હુમલા
તેના એક દિવસ પહેલા ઈરાને સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કર્યા. હકીકતમાં ઈરાન આ મહિને સુન્ની આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરાયેલા બેવડા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ ભડકેલુ છે જેમાં 90થી વધુ લોકો માર્યા ગયા હતા. 

ઈરાની મીડિયાએ શું કહ્યું
ઈરાનની સરકારી IRNA સમાચાર એજન્સી અને સ્ટેટ ટેલિવિઝને કહ્યું હતું કે પાકિસ્તાનમાં હુમલાઓમાં મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ થયો. ઈરાની સ્ટેટ ટેલિવિઝિનની અંગ્રેજી શાખા, પ્રેસ ટીવીએ હુમલા માટે ઈરાનના અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડને જવાબદાર ઠેરવ્યા. 

શું છે આ જૈશ અલ અદલ
જૈશ અલ અદલ કે ઈન્સાફ કી સેનાની સ્થાપના 2012માં બનેલું એક સુન્ની આતંકવાદી ગ્રુપ છે જે મોટા પાયે પાકિસ્તાનથી સરહદ પાર કાર્યવાહીઓને અંજામ આપે છે. ઈરને બોર્ડર વિસ્તારોમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ લડાઈઓ લડી છે પરંતુ પાકિસ્તાન પર મિસાઈલ અને  ડ્રોન હુમલા ઈરાન માટે અભૂતપૂર્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news