મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો, જાણો કેવી રીતે?

Post Office Best Scheme: મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશમાં સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસ સ્કીમ્સ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમાં સામેલ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ પર 7.5 ટકાનું જોરદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો, જાણો કેવી રીતે?

Mahila Samman Saving Certificate: બાળકો હોય, વડીલો હોય કે યુવાનો હોય, સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ બચત યોજનાઓ ચલાવી રહી છે, જેના દ્વારા લોકો નાની બચત કરીને મોટું ભંડોળ એકઠું કરી શકે છે. જો આપણે મહિલાઓ વિશે વાત કરીએ, તો ખાસ કરીને તેમના માટે ઘણી Best Post Office Schemes છે અને તેમાંથી એક મહિલા સન્માન બચત પ્રમાણપત્ર  (Mahila Samman Saving Certificate) છે, જેમાં ટૂંકા ગાળામાં રોકાણ પર મોટું વ્યાજ ઓફર કરવામાં આવે છે. ચાલો જાણીએ તેમાં રોકાણ કરવાની પદ્ધતિ અને તેના જબરદસ્ત ફાયદાઓ…

સરકાર આપી રહી છે 7.5% નું વ્યાજ
Post Office દ્વારા ચલાવવામાં આવતી મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ (Mahila Samman Saving Certificate Scheme) તે સરકારી યોજનાઓમાં સામેલ છે, જેમાં શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહી છે. તેમાં ઓછા સમય માટે ઇન્વેસ્ટ કરીને પણ મહિલાઓને સારું રિટર્ન પ્રાપ્ત કરી શકે છે. વ્યાજની વાત કરીએ તો આ સરકારી સ્કીમમાં રોકાણ પર સરકાર દ્વારા 7.5 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે. 

બે વર્ષ માટે કરવું પડશે રોકાણ
જો આપણે આ યોજના વિશે વિગતવાર જાણીએ તો, તે એક નાની બચત યોજના (Small Saving Scheme) છે, જેમાં મહિલા રોકાણકારોએ માત્ર બે વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે અને તેમાં રોકાણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે. તે વર્ષ 2023 માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt) દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેના ફાયદાઓને કારણે તે ટૂંકા સમયમાં પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક બની ગઈ છે.

10 વર્ષની નાની ઉંમરની છોકરીઓના એકાઉન્ટ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર દ્વારા સંચાલિત આ પ્રકારની પોસ્ટ ઓફિસ સ્કીમ્સ મહત્વની ભૂમિકા રહી છે. ના ફક્ત મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું જોરદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં રોકાણ પર ઇનકમ ટેક્સની કલમ 80C અંતગર્ત ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. આ સ્કીમની વધુ એક ખાસ વાત એ છે કે તેમાં 10 વર્ષ અથવા પછી તેનાથી નાની ઉંમરની છોકરીઓના ખાતા પણ ખોલાવી શકે છે. 

આ રીતે મળશે 2 લાખ પર 30000 હજારનો ફાયદો
Mahila Samman Saving Certificate સ્કીમમાં મળનાર વ્યાજની ગણતરી જોઇએ તો આ યોજના હેઠળ બે વર્ષના રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે અને તેમાં જો કોઇ મહિલા રોકાણકાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, તો પછી પહેલાં વર્ષમાં તેને મળનાર વ્યાજની રકમ 15,000 રૂપિયા અને તેના આગલા વર્ષે કુલ રકમ પર નક્કી ઇન્ટરેસ્ટ રેટના દરથી મળનાર વ્યાજ 16,125 રૂપિયા બને છે. એટલે કે બે વર્ષના સમયગાળામાં ફક્ત 2 લાખ રૂપિયાના રોકાણ પર કુલ રિટર્ન 31,125 રૂપિયા થઇ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news