પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?

પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે, અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર વાર કર્યો તો, કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો.

પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?

Loksabha Election 2024: કોંગ્રેસ નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડાના એક નિવેદનથી સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે, અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર વાર કર્યો તો, કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો.

કોંગ્રેસના નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સૈમ પિત્રોડાના નિવેદનને કારણે દેશભરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ આને એક રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે. સૈમ પિત્રોડા મૂળ ગુજરાતી છે, તો ગુજરાતમાં પણ હવે આ મુદ્દાએ રંગ પકડ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસને ફક્ત લૂંટવાની ટેવ છે. 

ભાજપે આ સૈમ પિત્રોડાના નિવેદનને હિન્દુ-મુસ્લિમ સાથે જોડીને આખો માહોલ જ જાણી બદલી નાંખ્યો છે. પાટીલે પ્રહાર કર્યો કે, મનમોહનસિંહે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે, કોંગ્રેસ દેશની સંપત્તિ મુસ્લિમોને આપવા માગે છે, પરંતુ ભાજપ દેશની સંપત્તિ કોંગ્રેસને લૂંટવા નહીં દે.

  • પિત્રોડાના નિવેદન પર મહાભારત કેમ?
  • શું કોંગ્રેસ દેશવાસીઓની સંપત્તિનો કરાવશે સર્વે?
  • એવું તો શું બોલ્યા પિત્રોડા કે થઈ ગયો વિવાદ?
  • ભાજપ નિવેદનને બનાવી દીધો રાજકીય મુદ્દો
  • પિત્રોડાના નિવેદનથી બરાબર ભરાઈ કોંગ્રેસ!
  • અમેરિકામાંથી આવેલું નિવેદન કરશે નુકસાન?

ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?

લોકસભા ચૂંટણી સમયે જ અમેરિકામાં બેઠેલા સૈમ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ બરાબર ભરાઈ ગઈ છે. ભાજપના તમામ નેતાઓ જાહેરસભાઓ અને પત્રકાર પરિષદો યોજી મુદ્દોને વેગ આપી રહ્યા છે. તો કોંગ્રેસ હાલ બચાવની મુદ્રામાં ભાજપ પર પલટવાર કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું તે ભાજપની ઓળખ છે. ભાજપ જુઠ્ઠાણાની સરદાર છે. 

ભાજપ પર પલટવાર કરવાની સાથે કોંગ્રેસ પિત્રોડાવાળા મુદ્દા પર પોતાનો બચાવી કરતી જોવા મળી રહી છે. તો ભાજપે જેને મુદ્દો બનાવ્યો છે તેના પર કોંગ્રેસ નેતાઓ હાલ સ્પષ્ટતા કરતા જોવા મળી રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે કોઈ એવું નિવેદન આવી જાય છે, જે ચૂંટણીમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. આ કંઈ પહેલીવાર પણ નથી. આ પહેલા પણ અનેક વખત થયું છે. આ વખતે સૈમ પિત્રોડાના નિવેદનથી શરૂ થયેલું મહાભારતમાં કોને કેટલો ફાયદો મળે છે તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news