Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Board Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Gujarat Board Class 10th and 12th Result 2024: ગુજરાતમાં લાખો છાત્રો ધોરણ 10-12ના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. આ પહેલાં બોર્ડનું રિઝલ્ટ વહેલા જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી પરંતું હવે એક મોટી અપડેટ સામે આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 10મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. જેથી એવી આશા હતી કે બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરી દેવાશે. હાલમાં પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે મેંના બીજા પખવાડિયામાં જાહેર થાય તેવી સંભાવના વધી રહી છે. હાલમાં શિક્ષકો લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. 7મીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે એ પહેલાં રિઝલ્ટ જાહેર થાય તેવી સંભાવનાઓ હાલમાં દેખાઈ રહી નથી. વિદ્યાર્થીઓને સલાહ  છે કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.

Gujarat Board Result Direct Link : રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 

GSEB SSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું

  • સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  • વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
  • હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
  • હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
  • હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
  • ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું

સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMSટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

GSEB 10 and 12 Result Check by Whatsapp

  • ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
  • “Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
  • “Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
  • ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
  • તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહ્યા

ગુજરાતમાં હવે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે. હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે માટે શિક્ષકોની જવાબદારીઓ પણ વધશે. જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતે ઓફિશિયલ ખુલાસો કરાયો નથી પણ આ મામલે વિગતો બહાર આવી શકે છે. ગયા વર્ષે બોર્ડનું રીઝલ્ટ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઉપાધ્યક્ષના જણાવ્યા અનુસાર હાલમાં રિઝલ્ટની કામગીરી ચાલી રહી છે એટલે એપ્રિલના અંત સુધીમાં રિઝલ્ટ જાહેર થાય તેવી કોઈ શક્યતા નથી. પહેલાં 25મી એપ્રિલે રિઝલ્ટ જાહેર થશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. 

સૂત્રોનું માનીએ તો ડેટા એન્ટ્રીનું કામ એટલે કે માર્કશીટનું કામ હવે પણ પૂર્ણ થવા આવ્યું છે. એપ્રિલના અંત સુધીમાં માર્કશીટનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ જશે ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ ધોરણ 10 માની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાઇ હતી. હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ મહિનાના અંતમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ ધૂંધળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news