ટંકારાની સભામાં પરશોત્તમ રૂપાલાનો હુંકાર; 'તમામ મતદારો એક થઈને ભાજપને જીતાડે'

Loksabha Election 2024: આગામી સાતમી તારીખે તમામ મતદારોને ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટે થઈને પરસોતમ રૂપાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ જયેશભાઈ રાદડિયાએ પણ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી છે. 

ટંકારાની સભામાં પરશોત્તમ રૂપાલાનો હુંકાર; 'તમામ મતદારો એક થઈને ભાજપને જીતાડે'

હિમાંશું ભટ્ટ/મોરબી: રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના સમર્થનમાં ટંકારા તાલુકાના મીતાણા ગામે ટંકારા લેઉવા પટેલ સમાજ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં સંમેલન યોજાયું હતું. જેમાં આગામી સાતમી તારીખે તમામ મતદારોને ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટે થઈને પરસોતમ રૂપાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ જયેશભાઈ રાદડિયાએ પણ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી છે. 

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર બે દિવસનો સમય વધ્યો છે ત્યારે વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા માટે થઈને ઉમેદવારો અને રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો દ્વારા શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ટંકારા તાલુકાના મીતાણા ગામે આજે સભા યોજાઈ હતી અને ટંકારા લેઉવા પટેલ સમાજ તથા સહકારી ક્ષેત્ર દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને દુર્લભજીભાઇ દેથરીયા સહિતના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ વિગેરે હાજર રહ્યા હતા.

મોહનભાઈ કુંડારીયા કહ્યું હતું કે દિલ્હીમાં બેઠા મોદી સાહેબ જો ગામડાના એક એક લાભાર્થીની ચિંતા કરતા હોય તો આગામી 7 તારીખે આપણે સૌએ સો ટકા મતદાન કરવા માટેની ચિંતા કરવી જોઈએ અને જેવો માહોલ 22મી જાન્યુઆરીએ હતો. તેવો જ માહોલ આગામી સાતમી મેના દિવસે સૌ કોઈએ ઊભો કરવાનો છે અને પ્રત્યેકે મતદાન કરવાનું છે. 

તો સહકારી ક્ષેત્રના અગ્રણી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ટૂંકમાં વાત રાખતા કહ્યું હતું કે દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની આ ચૂંટણી છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રત્યેક સભાસદો સો ટકા મતદાન કરે અને ભાજપ તરફી મતદાન કરે તેવી અપીલ કરી હતી. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો પાંચ લાખથી વધુની લીડ સાથે ચુંટાશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

અંતમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ સભાને કહ્યું હતું કે, મોરબી જિલ્લો કે જેણે સીરામીક અને ઘડિયાળ ક્ષેત્રે તેમજ સહકારી ક્ષેત્રે મોરબીનું નામ રોશન કર્યું છે તેની સાથો સાથ સમગ્ર ભારતની અંદર એકમાત્ર મહિલા સંચાલિત દૂધ સંઘ મોરબીમાં આવેલો છે તે પણ મોરબી નું નામ સમગ્ર દેશની અંદર રોશન કરી રહ્યો છે. 

આગામી સાતમી તારીખે સહકારી ક્ષેત્ર સાથે, માર્કેટિંગ યાર્ડ સાથે, પશુપાલન સાથે અને ખેતી સાથે જોડાયેલા તમામ લોકો સો ટકા મતદાન કરે અને મતદાન કરે એટલું જ નહીં પરંતુ તે લોકોએ અથવા તો તેમના સંઘે અથવા તો તેમની મંડળીએ સો ટકા મતદાન કર્યું છે. તે પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news