Garba Health Benefits: નવરાત્રિમાં અચૂક ગરબે ઘૂમવું જોઈએ, થાય છે આ જબરદસ્ત ફાયદા 

Navratri 2023: નવરાત્રિમાં રાસ અને ગરબાની સાથે તમે મસ્તી મસ્તીમાં આ હેલ્થ બેનિફિટ્સ પણ લઈ શકો છો અને તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો. જાણો આ ફાયદા વિશે....

Garba Health Benefits: નવરાત્રિમાં અચૂક ગરબે ઘૂમવું જોઈએ, થાય છે આ જબરદસ્ત ફાયદા 

હાલ નવરાત્રિના ઉત્સવની ઉજવણી થઈ રહી છે. નવરાત્રિનો પર્વ 15 ઓક્ટોબરથી શરૂ થયો છે. જે 24 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિમાં માતા દુર્ગાના નવ રૂપની પૂજા અર્ચના થાય છે. ભક્તો વ્રત રાખે છે. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબે ઘૂમવાનું અનેરું મહત્વ છે. હવે જો કે રાસ અને ગરબા ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના બીજા પણ અનેક ભાગોમાં હોશભેર રમાય છે. દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં ગરબાના પ્રોગ્રામનું આયોજન થતું હોય છે. નવરાત્રિમાં રાસ અને ગરબાની સાથે તમે મસ્તી મસ્તીમાં આ હેલ્થ બેનિફિટ્સ પણ લઈ શકો છો અને તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો. જાણો આ ફાયદા વિશે....

વજન ઓછું થશે
રાસ અને ગરબા રમવાથી વજન ઓછું થઈ શકે છે. બોડીને સારી કસરત થાય છે. આવામાં ગરબાની મજાની સાથે સાથે તમને સ્વાસ્થ્ય સંલગ્ન ફાયદા પણ મળશે. રાસ રમતી વખતે પગની સાથે હાથને પણ સારી એવી કસરત મળે છે. ગરબાના સ્ટેપ્સથી સમગ્ર બોડીને કસરત થાય છે. તમારે નવરાત્રિમાં ગરબા જરૂર ખેલવા જોઈએ. 

બીજા પણ ફાયદા...
- ગરબા કરવાથી શરીરની સારી એવી કસરત થાય છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને ફેફસાના સ્વાસ્થ્ય માટે પણ તે સારા છે. ફેફસાનું સ્વાસ્થ્ય સારું હોય તો શ્વાસની સમસ્યા થતી નથી. 
- નવરાત્રિમાં રાસ ગરબા ખેલવાથી તણાવ પણ દૂર કરી શકો છો. તેનાથી બોડીને કસરત તો થાય છે જ પણ સાથે સાથે ડાન્સ કરવાથી મગજમાં સારા હોર્મોન્સ રિલીઝ થાય છે. જો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે ગ્રુપમાં ગરબા રમતા હોવ તો તે તમારા તણાવને ઓછો કરી શકે છે. 
- ડાંડિયાથી સારી કસરત થાય છે જેના કારણે બ્લડનું સર્ક્યુલેશન વધે છે. હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. 
- રાસ ગરબા રમવાથી સાંધાના દુખાવા અને અક્કડપણામાં પણ રાહત મળે છે. નવરાત્રિમાં તમારે રાસ અને ગરબા અચૂક રમવા જોઈએ. તેનાથી નવરાત્રિની મજા બેવડાશે અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news