દુકાન કે ઓફિસમાં ભૂલથી પણ ન લગાવો ભગવાનના આવા ફોટા! નહીં તો થશે નુકસાન

નવી દિલ્હીઃ વ્યક્તિની પ્રગતિ (Progress), તેની ખુશહાલી, આર્થિક સ્થિતિ તેમના ઘરની સાથે સાથે દુકાન(Shop), ફેક્ટ્રી (Factory), ઓફિસ (Office) વગેરેનું વાસ્તુ ખુબ અસર કરે છે. વર્કપ્લેસમાં દરેક ચીજવસ્તુ સાચી દિશામાં હોવાની સાથે સાથે ત્યાં મંદિર પણ વાસ્તુ મુજબ હોવું ખુબ જરૂરી છે. આજે અમે વર્કપ્લેસ પર બનેલા મંદિર સંબંધિત વાસ્તુના મહત્વના જણાવીશું, જેનું પાલન ન થવા પર વ્યક્તિની પ્રગતિની જગ્યાએ તેને નુકસાની થાય છે. 

અનેક દેવી-દેવતાના ફોટા ન લગાવો

1/5
image

વેપારી-નોકરી સબંધિત જગ્યા જેમ કે, દુકાન, ફેક્ટ્રી, ઓફિસ વગેરેમાં બનાવેલા મંદિરમાં ઘણા બધા દેવી-દેવતાના ફોટા ન લગાવો. ત્યાં ફક્ત ભગવાન ગણેશ(Lord Ganesha), દેવી સરસ્વતી(Devi Saraswati) અને દેવી લક્ષ્મી(Devi Laxmi)નો ફોટો લગાવવો જોઈએ. 

ભગવાનના બેઠેલા ફોટા ન લગાવો

2/5
image

દુકાન, ફેક્ટ્રી અથવા ઓફિસમાં ક્યારેય પણ ભગવાનના બેઠેલા ફોટા ન લગાવો. દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન ગણેશના બેઠા હોય તેવા ફોટા લગાવવાથી વ્યક્તિમાં બુદ્ધિ-જ્ઞાનનો અભાવ થઈ જાય છે. વેપારમાં કંઈ શુભ નથી થતું અને લાભ પણ નથી થતો. આ સાથે ધનવૃદ્ધિ પણ નથી થતી. 

ઉભા રહેલા ભગવાનના ફોટાની પૂજા કરો

3/5
image

વાસ્તુના નિયમો મુજબ, વર્કપ્લેસ પર આ ત્રણ દેવી-દેવતાઓના ઉભા હોય તેવા ફોટાની પૂજા કરવાથી ખુબ પ્રગતિ થાય છે અને ધન લાભ પણ થાય છે. આ સાથે કાર્યક્ષેત્રમાં યશ મળે છે. 

હંમેશા અજવાળું રાખો, અંધારું ન રાખો

4/5
image

હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે, વર્કપ્લેસમાં મંદિરે ક્યારેય પણ અંધારું ન રાખો. રાત્રીના સમયે પણ નાની લાઈટ શરૂ રાખો. 

રોજ કપૂર ધૂપ કરો

5/5
image

વર્કપ્લેસની નકારાત્મક ઉર્જાને ખતમ કરવા માટે રોજ સાંજે મંદિરમાં કપૂરનું ધૂપ કરોય આ સાથે જ રોજ ઘીના દિવા કરો. 

(નોટ-આ લેખમાં આપેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું)