સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ

Tips To Reduce Thigh Fat: મોટાપાથી ગ્રસિત લોકો જાંઘમાં ચરબી જમા થવાની સમસ્યા ખૂબ જ કોમન છે. પરંતુ પતળા લોકોની જાંઘોમાં પણ ફેટ જમા થવાની સમસ્યા થઇ શકે છે. સામાન્ય રીતે તેનું કારણ જેનેટિક, વધતી જતી ઉંમર અને હાર્મોનમાં ફેરફાર થઇ શકે છે. એવામાં જો તમે તમારી થાઇને મજબૂત અને શેપમાં રાખવા માંગો છો તો આ વસ્તુઓને કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

મીઠું ઓછું ખાઓ

1/7
image

વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં વધુ પાણી બને છે, જેના કારણે જાંઘ સહિત શરીરના ઘણા ભાગોનો આકાર ફૂલવાને કારણે બદલાવા લાગે છે. એવામાં શરીરમાં પાણીની જાળવણી અટકાવવા માટે મીઠું ઓછું ખાઓ. 

ઇલેક્ટ્રોલ્સનું ઇનટેક વધારો

2/7
image

ઇલેક્ટ્રોલ્સનો અર્થ કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેના સેવનથી બોડીનું મેટાબોલિઝમ વધે છે જેના કારણે બોડી ફેટને જલદી બર્ન કરી શકો છો. 

કાર્બોહાઇડ્રેટ ખોરાક ઓછો લો

3/7
image

કાર્બોહાઇડ્રેટ્સ ગ્લાયકોજેનમાં રૂપાંતરિત થઇ પાણીની સાથે લીવર અને માંસપેશીઓમાં જમા થાય છે. તમે જેટલો વધુ કાર્બોહાઇડ્રેટ્સ ખાઓ છો, તેટલું વધુ પાણી તમારા શરીરમાં જમા થાય છે. એવામાં કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાકનું સેવન ઓછું કરવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે છે.

સીડી ચઢો

4/7
image

જો તમે જીમ વગર જાંઘની ચરબી ઘટાડવા માંગતા હોવ તો આજથી જ લિફ્ટને બદલે સીડીઓ ચઢવાનું શરૂ કરો. આ એક ખૂબ જ શક્તિશાળી કસરત છે જે જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ચરબી બર્ન કરે છે.

કાર્ડિયો કરો

5/7
image

કાર્ડિયો જાંઘ અને કૂલાની ચરબીને ઓછી કરવાની સૌથી સારી રીતમાંની એક છે. તેના માટે તમે રનિંગ અને ડાન્સીંગ જેવા વિકલ્પો પસંદ કરી શકો છો. જેનાથી તમારું શરીર મજબૂત બનશે. આ બંને તમારા શરીરમાંથી ચરબીને દૂર કરે છે. 

સાયકલ ચલાવો

6/7
image

સાયકલિંગ કરવાથી પણ તમારી જાંઘોમાં જમા ફેટ ઓછો થઇ શકે છે. આ સાથે જ સાઇકલથી જાંઘના મસલ્સ સ્ટ્રોંગ બને છે. આમ શરીર કસાયેલું દેખાશે.

પ્લેટિપસ વોક

7/7
image

આ કસરતમાં પગ ફેલાવીને વોક કરવાની હોય છે. આ ઇનર થાઇ અને હિપ્સ સહિત નિચલા શરીરને ટોન કરવા માટે સારી એક્સરસાઇઝમાંથી એક છે. જે તમને ફાયદો કરાવશે.