ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં 'ભૂત' હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશે

દુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં 'ભૂત' હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશે

દુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું. આવું જ કઈક ભારતના પૂર્વ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે એક હોટલના રૂમમાં ઘટ્યું હતું. ત્યારબાદ તેમનો રૂમ બદલી નાખવામાં આવ્યો હતો. 

ધોની સિવાય બીજા પણ ક્રિકેટરોનો અનુભવ
માત્ર એમએસ ધોની જ નહીં પરંતુ ક્રિકેટની દુનિયાના વિખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલી, શેન વોટ્સન, ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ જેવા ખેલાડીઓએ પણ પોત પોતાના રૂમમાં કોઈ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેના રૂમ જ ચેન્જ કરી દેવાયા હતા. ખાસ જાણો આ કિસ્સાઓ વિશે.

ધોની સાથે આ હોટલમાં ઘટી હતી ઘટના
એમ એસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની ટુર પર ગઈ હતી. તે વખતે તેમને અને અન્ય ખેલાડીઓ લંડનની લેંઘમ હોટલમાં રોકાયા હતા. આ હોટલના એક રૂમમાં એમ એસ ધોની એકલા આરામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે અચાનક  ધીરેથી દરવાજો ખુલી રહ્યો હતો, જેના કારણે તેઓ ખુબ ડરી પણ ગયા હતા. ત્યારબાદ તેમને લાગ્યું કે કદાચ આ ભૂલથી થયું હશે કે હવાથી હલતું હશે. આમ વિચારીને દરવાજો બંધ કરીને સૂઈ ગયા હતા. 

બીજા દિવસે ફરી થયું
બીજા દિવસે રાતે ફરી એ જ ઘટના ઘટી, જેને જોઈને તેઓ ચોંકી ગયા અને ડરી ગયા હતા. એવું કહેવાય છે કે માહીએ ત્યારબાદ હોટલ સ્ટાફ સાથે વાત કરીને રૂમ ચેન્જ કરવાનું કહ્યું હતું. ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ અહીંના રૂમમાં કોઈ હોવા વિશે જણાવ્યું હતું જેના કારણે તેઓ બીજા ખેલાડીના રૂમમાં જતા રહ્યા હતા. 

સૌરવ ગાંગુલી સાથે આ હોટલમાં થયું
વર્ષ 2002માં મેચ દરમિયાન સૌરવ ગાંગુલી લંડનની લુમલી હોટલમાં રોકાયા હતા. અત્રે જણાવવાનું કે આ હોટલ દુનિયાની સૌથી ડરામણી હોટલોમાંની એક ગણાય છે. સૌરવ ગાંગુલી જે રૂમમાં રોકાયા હતા તેના બાથરૂમના નળમાંથી અચાનક પાણી ટપકવા લાગ્યું હતું. જેવો તેમણે પાણીનો અવાજ સાંભળ્યો કે તેમની ઊંઘ ઉડી ગઈ અને પાણી ટપકવાનું બંધ થઈ ગયું હતું. તે રાતે તેમણે પોતાનો રૂમ છોડી દીધો ને અડધી રાતે જ રોબિન સિંહના રૂમમાં જતા રહ્યા હતા. વર્ષ 2005માં આ હોટલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન શેન વોટ્સન પણ રોકાયા હતા. તેમને પણ રૂમમાં કોઈ હોવાનો અહેસાસ થયો હતો. ડરના માર્યે તેમણે રૂમ છોડી દીધો અને આખી રાત બ્રેટ લીના રૂમમાં રોકાયા હતા. 

આ રૂમ ડરામણો
જો લેંઘમ હોટલની વાત કરીએ તો તે 1865માં ખુલી હતી અને તે વિશ્વની સૌથી ભૂતિયા હોટલમાં ગણાઈ હતી. અહીં માર્ક ટ્વેન, ઓસ્કર વાઈલ્ડ અને આર્થર કાનન ડાયલ જેવી અનેક હસ્તિઓ રોકાઈ હતી. એવું કહેવાય છે કે આ હોટલનો રૂમ નંબર 333 એટલો બધો ડરામણો છે કે વાત ન પૂછો. હોટલ વિશે  બીબીસીએ પણ પોતાના એક રિપોર્ટમાં અહીં હોન્ટેડ હોવાની વાત કરેલી છે. જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે ખબર નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. અમારો હેતુ માત્ર જાણકારી આપવાનો છે, તેને વાંચકોએ માત્ર જાણકારીની રીતે જે લેવી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news