ગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગ

Spoken English: ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ તેનો લાભ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યુઝર્સ આનો લાભ લઈ શકે છે.

ગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગ

Google AI Tool: બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ હવે બદલાઈ ગઈ છે. હવે શિક્ષણ પણ બદલાયું છે અને ભાષા પણ બદલાઈ રહી છે. ખાસ કરીને હવે એવો સમય આવી ગયો છેકે, ભારત હવે ગ્લોબલ થઈ રહ્યું છે. દુનિયા સાથે તાલમેલ જાળવવા માટે તમને અંગ્રેજી બોલાતા, લખતા, વાંચતા આવડવું અનિવાર્ય બની ગયું છે. આવી સ્થિતિમાં ગુજરાતીઓને ઘણી તકલીફ પડતી હોય છે. ક્લાસિસમાં ફી ભરવા છતાં પણ નથી બોલી શકતા અંગ્રેજી. ત્યારે તમારા માટે ગુગલ લઈને આવ્યું છે એક જબરદસ્ત AI Tool. આ ટૂલની મદદથી તમે થોડા જ દિવસોમાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખી જશો. કઈ રીતે તેનો ઉપયોગ કરવો એ પણ જાણીએ વિગતવાર...

આજકાલ કોઈ પણ કામ ધંધામાં જાઓ તો સૌથી પહેલાં અંગ્રેજી આવડવું ફરજિયાત બની ગયું છે. અંગ્રેજી ના અવડતું હોય એ હવે નિરક્ષર સમાન બની ગયો છે. કારણકે, ગ્લોબલ વર્લ્ડમાં ટકી રહેવા માટે આ ઈન્ટરનેશનલ લેગ્વેંઝ આવડવી અતિઆવશ્યક બની ગઈ છે. ત્યારે ગુગલનું એઆઈ ટૂલ તમારા માટે વરદાન બની શકે છે. જીહાં તમે સાચી માહિતી મેળવી રહ્યાં છો, હવે Google નું AI ટૂલ તમને અંગ્રેજી બોલતા શીખવશે, કેવી રીતે કરવો ઉપયોગ તે પણ અહીં સમજીએ.

જો તમારું અંગ્રેજી નબળું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. Google AI સંચાલિત ટૂલ બોલવાની પ્રેક્ટિસ સુવિધા સાથે, અંગ્રેજી સરળતાથી ઘરે શીખી શકાય છે. આ Google ટૂલની મદદથી, તમે તમારી અંગ્રેજી બોલવાની શૈલીને સુધારી શકો છો. ગૂગલે આ ટૂલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદ લીધી છે. ગૂગલે સ્પીકિંગ પ્રેક્ટિસ AI ટૂલ ફીચર લાવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી અંગ્રેજી શીખી શકે છે. જાણો તેનો ઉપયોગ કરવાની રીત શું છે.

ગૂગલ સર્ચ લેબ પ્રોગ્રામનો ભાગ છે આ ટૂલઃ
ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ તેનો લાભ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યુઝર્સ આનો લાભ લઈ શકે છે.

ગૂગલ અવારનવાર યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. આવી સ્થિતિમાં ગૂગલે હાલમાં જ એક આકર્ષક ફીચર લોન્ચ કર્યું છે. ગૂગલના આ ફીચરની મદદથી લોકોની નબળી અંગ્રેજીને સુધારી શકાય છે. હા, જો તમારું અંગ્રેજી નબળું છે તો ગૂગલનું નવું ફીચર તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગૂગલે AI સંચાલિત સ્પીકિંગ પ્રેક્ટિસ ટૂલ રજૂ કર્યું છે.

પ્રેક્ટીકલી કઈ રીતે વર્ક કરે છે આ ટૂલ?
આ ટૂલ વયુઝર્સને અંગ્રેજી શીખવવા માટે વાસ્તવિક સમયમાં ભાષા મોડેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં આ નવું ફીચર યુઝર્સ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, સ્પીકિંગ પ્રેક્ટિસ AI ટૂલની મદદથી યુઝર્સ ટાઈપ કરીને અથવા બોલીને તેમના પ્રશ્નો પૂછી શકે છે.

હાલ કયા-કયા દેશોમાં લાગુ છે આ સેવા?
ભારત, આર્જેન્ટિના, વેનેઝુએલા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને કોલંબિયા સહિત હાલ દુનિયાના 6 દેશોમાં ઉપલબ્ધ છે આ સેવા. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ બન્યા બાદ દુનિયાના અન્ય દેશોમાં પણ તેને લાગુ કરવાનો ગુગલનો પ્લાન છે. ગૂગલનું આ ફીચર નબળા અંગ્રેજીવાળા લોકો માટે વરદાનનું કામ કરી શકે છે. આ ફીચર AIની મદદથી યુઝર્સને યોગ્ય વ્યાકરણ પણ જણાવશે. આ ફીચર લોકોને ટુ-વે કોમ્યુનિકેશન કરવાનું કહે છે, આવી સ્થિતિમાં આ AI ટૂલ યુઝર્સ માટે અંગ્રેજી શિક્ષક તરીકે કામ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news