ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, આ નંબર અને વેબસાઈટ પર ક્લિક કરી જોઈ લો

Board Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું આજે સવારે 9.00 કલાકે જાહેર થશે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ, 4 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, આ નંબર અને વેબસાઈટ પર ક્લિક કરી જોઈ લો

Gujarat Board Class 10th and 12th Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે  9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 9 કલાકે બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો. 

વિદ્યાર્થીઓની આતુરતાનો આંત આવશે
ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10-12ના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ આજે 9 મે, ગુરૂવારે સવારે 9.00 કલાકે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રસાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ આજે સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે. 

રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 

GSEB HSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર HSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
ગુજરાત HSC માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું

સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMSટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે HSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

GSEB 12 Result Check by Whatsapp
ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news