Palestine News

Israel-Hamas War: કોણ છે ઇઝરાયેલમાં વિનાશ વેરનાર હમાસ? જાણો શું છે ગાઝા પટ્ટીની બબાલ
Gaza Attack Israel: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શનિવારના રોજ હમાસના અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં માસૂમ બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. લેબનોન બાદ ઇઝરાયેલની સેનાએ ગુરુવારે સીરિયા પર બોમ્બમારો કર્યો હતો. સીરિયન હવાઈ સંરક્ષણ હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે એરપોર્ટને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમે હમાસ વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે? અમે તમને આ જણાવી રહ્યા છીએ.
Oct 13,2023, 7:59 AM IST
હમાસના હુમલા પહેલા ઈઝરાયેલની એ 4 ભૂલ...જે ભારે પડી, આયર્ન ડોમ પણ બચાવી ન શક્યું
Israel-Hamas Conflict News: ભલે આજે ઈઝરાયલ અને હમાસના યુદ્ધનો 6ઠ્ઠો દિવસ છે. પરંતુ એ સવાલ હજુ પણ ઊભો છે કે આખરે ઈઝરાયેલ જેવા ટેક્નિકલ ખાંટુ દેશને આટલા મોટા હુમલાની ગંધ કેમ ન આવી. મોસાદ કઈ રીતે નિષ્ફળ ગઈ અને આયર્ન ડોમ સિસ્ટમની નિષ્ફળતાની શું કહાની છે. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ પર છેલ્લા 50 વર્ષનો આ સૌથી મોટો હુમલો હતો. હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં કોહરામ મચાવી દીધો. આકાશમાં એક પછી એક એમ 5000 મિસાઈલો હમાસે ઈઝરાયેલ પર છોડી. બોર્ડરની ફેન્સિંગ તોડીને તથા સમુદ્રના રસ્તે હમાસના આતંકીઓ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસી ગયા. આતંકી હ વામાં ઉડતા ઉડતા પણ લોકોના ઘર સુધી પહોંચી ગયા. ઈઝરાયેલમાં હમાસના આ હુમલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી. દુનિયાનો શક્તિશાળી ગણાતો દેશ ઈઝરાયેલ અને તેની જબરદસ્ત એવી ઈન્ટેલિજન્સ સિસ્ટમ મોસાદ(Mossad) હમાસના હુમલા આગળ કેવી રીતે નિષ્ફળ ગયા તે ખાસ જાણો. 
Oct 12,2023, 15:38 PM IST

Trending news