Israel Hamas War: ગાઝામાં ચારે બાજુ તબાહીનો મંજર, UN ની ચેતવણી- 24 કલાકમાં ખતમ થઈ શકે છે હોસ્પિટલોમાં ઈંધણ

Gaza News: ઈઝરાયેલના ગ્રાઉન્ડ એટેકના ડરમાં જીવી રહેલા ગાઝાના લોકો માટે ખુબ જ મુશ્કેલીભર્યો સમય છે. અલઝઝીરાના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી કાર્યાલય (OCHA) એ ચેતવણી આપી છે. 

Israel Hamas War: ગાઝામાં ચારે બાજુ તબાહીનો મંજર, UN ની ચેતવણી- 24 કલાકમાં ખતમ થઈ શકે છે હોસ્પિટલોમાં ઈંધણ

Gaza News: ઈઝરાયેલના ગ્રાઉન્ડ એટેકના ડરમાં જીવી રહેલા ગાઝાના લોકો માટે ખુબ જ મુશ્કેલીભર્યો સમય છે. અલઝઝીરાના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી કાર્યાલય (OCHA) એ ચેતવણી આપી છે કે ગાઝા હોસ્પિટલોમાં ઈંધણ ભંડાર કદાચ આગામી 24 કલાકમાં ખતમ થઈ જશે. 

ઈઝરાયેલના હુમલા પહેલા નાગરિકોને ભોજન, પાણી અને સુરક્ષિત સ્થાનની શોધમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગત સપ્તાહ હમાસના અપ્રત્યાશિત હુમલા બાદ ઈઝરાયેલે સમગ્ર ગાઝા વિસ્તારની ઘેરાબંધી કરી છે અને ઉત્તરી વિસ્તારોને ખાલી કરાવીને પેલેસ્ટાઈનવાસીઓને દક્ષિણ તરફ જવાનું કહ્યું છે. 

આ વિસ્તારમાં અમેરિકી જહાજોની તૈનાતી વધતા ઈઝરાયેલની સેના ગાઝાની સરહદ પર ગોઠવાઈ ચૂકી છે. ઈઝરાયેલે કહ્યું કે તે કટ્ટરપંથી સમૂહ હમાસના ખાતમા માટે વ્યાપક અભિયાન ચલાવશે. 

આઈસીયુ ઘાયલ દર્દીઓથી ભરેલું
ખાન યુનિસમાં નાસિર હોસ્પિટલમાં આઈસીયુ ઘાયલ દર્દીઓથી ભરેલું છે. જેમાંથી મોટાભાગના ત્રણ વર્ષથી ઓછી વયના બાળકો છે. ક્રિટિકલ કેર કોમ્પ્લેક્સના સલાહકાર ડો. મોહમ્મદ કંદીલે કહ્યું કે વિસ્ફોટથી ગંભીર રીતે ઘાયલ સેંકડો લોકો હોસ્પિટલ આવ્યા છે જ્યાં સોમવાર સુધી ઈંધણ ખતમ થવાની આશંકા છે. 

ડો. કંદીલે કહ્યું કે આઈસીયુમાં 35 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને અન્ય 60 ડાયાલિસિસ પર છે. કંદીલે કહ્યું કે જો ઈંધણ ખતમ થઈ જાય તો તેનો અર્થ એ છે કે સમગ્ર સ્વાસ્થ્ય પ્રણાલી ઠપ થઈ જશે સેવાઓ બંધ થઈ જશે. તેમણે કહ્યું કે આપણે એક આફત, એક વધુ યુદ્ધ અપરાધ, એક ઐતિહાસિક ત્રાસદી તરફ આગળ વધી રહ્યા છીએ. જો વિજળી આપૂર્તિ ઠપ થઈ ગઈ તો આ તમામ દર્દીઓના મોતનું જોખમ છે. 

ઈઝરાયેલના આદેશ બાદ પણ હોસ્પિટલ ખાલી નહીં
ઉત્તરી ગાઝાપટ્ટીના કમાલ અલવાન હોસ્પિટલમાં બાળરોગ વિભાગના પ્રમુખ ડો. હુસામ અબુ સફિયાએ કહ્યું કે ઈઝરાયેલના આદેશ છતાં હોસ્પિટલોને ખાલી કરવામાં આવી નહીં કારણ કે દર્દીઓને ક્યાંક બીજે લઈ જવાનો કોઈ રસ્તો નથી. તેમણે કહ્યું કે આઈસીયુમાં સાત નવજાત બાળકો વેન્ટિલેટર પર છે. સફિયાએ કહ્યું કે ઘાયલ દર્દીઓ કપાયેલા અંગો, ગંભીર ઈજાઓની હાલતમાં આવી રહ્યા છે. 

લાખો પેલેસ્ટાઈનવાસીઓને ગાઝા ખાલી કરવાનો આદેશ
ઈઝરાયેલની સેનાએ 10 લાખથી વધુ પેલેસ્ટાઈનવાસીઓને ઉત્તરી ગાઝાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સેનાએ કહ્યું કે તેઓ ઉત્તરમાં હમાસના આંતકીઓ વિરુદ્ધ એક મોટા અભિયાન પહેલા નાગરિકોને હટાવવાની કોશિશ કરી રહ્યા છે. જેમાં ગાઝા શહેરના ગ્રાઉન્ડ ઠેકાણા પણ સામેલ છે. હમાસે લોકોને પોતાના ઘરોમાં જ રહેવાનો આગ્રહ કર્યો. ઈઝરાયેલી સેનાએ તસવીરો બહાર પાડીને કહ્યું કે હમાસ રસ્તાઓ પર લોકોને દક્ષિણ તરફ જતા રોકી રહ્યું છે. 

WHO એ કહ્યું કે ઉત્તરી વિસ્તારોમાં હોસ્પિટલોમાં નવજાત શિશુઓ અને આઈસીયુમાં ઈલાજ હેઠળ લોકો સહિત 2000થી વધુ લોકો માટે નિકાસી મોતની સજા સમાન હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news