Sam Pitroda: ભાજપ કરતાં ઘરના વિદેશી અંકલથી કોંગ્રેસ વધુ પરેશાન! ભાજપને મોકા પર આપે છે મોકા

કોંગ્રેસ દેશમાં જેટલી ભાજપથી પરેશાન છે એટલી જ પરેશાન એક વિદેશી અંકલથી છે. જી હાં, કોંગ્રસ પક્ષના જ આ વિદેશી અંકલ દેશમાં ચૂંટણી હોય ત્યારે વિવાદિત નિવેદન આપીને કોંગ્રસને મહેનત પર પાણી ફેરવી નાખે છે..

Sam Pitroda: ભાજપ કરતાં ઘરના વિદેશી અંકલથી કોંગ્રેસ વધુ પરેશાન! ભાજપને મોકા પર આપે છે મોકા

કોંગ્રેસ દેશમાં જેટલી ભાજપથી પરેશાન છે એટલી જ પરેશાન એક વિદેશી અંકલથી છે. જી હાં, કોંગ્રસ પક્ષના જ આ વિદેશી અંકલ દેશમાં ચૂંટણી હોય ત્યારે વિવાદિત નિવેદન આપીને કોંગ્રસને મહેનત પર પાણી ફેરવી નાખે છે.. જી હાં, વાત થઈ રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સેમ પિત્રોડાની. સેમ પિત્રોડાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને ભાજપને કોંગ્રેસને ઘેરવાનો વધુ એક મોકો આપી દીધો છે.. 

આ એ જ વિદેશી અંકલ છે જેનાથી કોંગ્રેસ પરેશાન થઈ ગઈ છે. જીહાં, દેશમાં વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી હોય અને સેમ પિત્રોડાનું નિવેદન ન આવે તો નવાઈ લાગે છે.. અને આ નિવેદન હંમેશાથી કોંગ્રેસ માટે ઘાતક સાબિત થાય છે. કોંગ્રેસના વિદેશી અંકલ ફરી એકવાર વિવાદિત બોલ બોલ્યા છે જેના કારણે ભારતની રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું છે. સૌથી પહેલાં તમે એ સાંભળો કે કોંગ્રેસના દિગ્ગજ, ઈન્ડિયન ઓવરસિસ કોંગ્રેસના ચેરમેન અને ગાંધી પરિવારના ખાસ ગણાતાં સેમ પિત્રોડાએ હવે શું વિવાદિત નિવેદન આપ્યું છે.. 

સેમ પિત્રોડા રંગભેદની ટિપ્પણી પર જ અટક્યા નહીં. સેમ પિત્રોડાએ હંમેશાની જેમ ભારતની આસ્થા ગણાતા રામ મંદિર પર પણ ટિપ્પણી કરી. રામ મંદિર અને રામનવમી ઉપરાંત પ્રધાનમંત્રીના વારંવાર મંદિરમાં જવા પર ભારતના વિચાર, આઝાદી, લોકતંત્રને પડકાર મળી રહ્યો છે. સેમ પિત્રોડાનું આ નિવેદન સામે આવતાની સાથે જ ભાજપે ફરી તક ઝીલી લીધી.. ભાજપના નેતાઓએ સેમ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને આ મુદ્દે ખુલાસો માગ્યો.

જોકે, સેમ પિત્રોડાના આ નિવેદન પર કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ નારાજ થયા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને સેમ પિત્રોડાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે, આ પ્રકારનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. સેમ પિત્રોડાને ગાંધી પરિવારના ખૂબ અંગત ગણવામાં આવે છે.. ભાજપ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવે છેકે, જે નિવેદન સેમ પિત્રોડા દ્વારા આપવામાં આવે છે તે ગાંધી પરિવારનું જ નિવેદન હોય છે. 

સેમ પિત્રોડાનું પૂરું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. તેઓ ટેલિકોમ શોધક અને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે. તેઓ લગભગ 50 વર્ષથી ટેલિકોમ અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે પિત્રોડા તેમના સલાહકાર બન્યા હતા. તેમણે ભારતના માહિતી ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે રાજીવ ગાંધી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું. તેમનું કામ દેશના ખૂણે ખૂણે ડિજિટલ ટેલિકોમ વિસ્તારવાનું હતું. 

જોકે, આ પહેલીવાર નથી કે, સેમ પિત્રોડાએ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલાં સેમ પિત્રોડાએ વારસાગત કરને લઈને આપેલા નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર જતી રહી હતી. ત્યાર બાદ હવે આ નિવેદન કોંગ્રેસ માટે આઘાત સમાન છે.

રાજીનામું આપ્યું
હવે આ સમગ્ર વિવાદના પગલે સેમ પિત્રોડાએ આખરે રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતે આપ્યું કે તેમની પાસે માંગવામાં આવ્યું તે જલદી સામે આવશે પરંતુ એક વાત નક્કી છે કે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચીફ હોવાના નાતે તેમણે જે નિવેદન આપ્યું તેનાથી કોંગ્રેસ પીછો સરળતાથી છોડાવી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news