બોડીમાં આ વિટામિન કરે છે તમારી સુંદરતામાં વધારો, જાણી લો આ રાજની વાત

સુંદર દેખાવું સૌને ગમે. પણ સુંદર દેખાવવા પાછળ પણ ઘણી મહેનત કરવી પડે છે. એટલું જ નહીં શરીર માટે જરૂરી કેટલાંક વિટામિન તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. ત્યારે જાણીએ એ ક્યા-કયા વિટામિન છે, તેના વિશે...

બોડીમાં આ વિટામિન કરે છે તમારી સુંદરતામાં વધારો, જાણી લો આ રાજની વાત

નવી દિલ્લીઃ વિટામિન જેટલા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા જ સુંદરતા માટે પણ જરૂરી છે. વિટામિનથી સ્વસ્થ્યની સાથે સાથે સુંદરતામાં પણ વધારો થાય છે. વિટામિન એ, બી, સી, ઈ સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાને પણ નીખારે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સુંદરતા માટે વિટામિન શા માટે જરૂરી છે.

વિટામિન A-
વિટામિન એમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જેની જરૂર દરેક ઉંમરની સ્ત્રીઓને હોય છે. જે તમારા હાડકા, ત્વાચ અને ટિશ્યૂની સાથે બ્રેઈનને મજબૂત બનાવે છે. વિટામિન એ ગાજર, પપૈયું, તરબૂચ, કદ્દુ, ટામેટા, બ્રોક્લી, આદુ, પાલક, ઈંડા, દૂધ અને અનાજમાં મળે છે. પપૈયું એક એવું પૌષ્ટિક ફળ છે જે સ્કીન માટે લાભદાયી છે. જે સ્કીનની ચમકને પ્રાકૃતિક તરીકે વધારે છે. તેમાં વિટામિન એ અને સી સિવાય પપેન તત્વ મળે છે. જેનાથી ચહેરાના ડેડ સેલ્સને રિમૂવ કરવામાં મદદ મળે છે સાથે જ સ્કીનની ઉંમર ઓછી થાય છે અને મુલાયમ બને છે.

વિટામિન B-
આ વિટામિનના બે ભાગ હોય છે વિટામિન બી 1 અને વિટામિન બી 3. આ બંને સ્કીન માટે લાભદાયી છે. વિટામિન બી 1થી શરીરમાં રક્તસંચારની પ્રક્રિયા સારી રીતે કામ કરે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે. બી 3થી ચહેરાની કોમળતા કાયમ રહે છે. બ્રોક્લી, ઈંડા અને ખજૂરમાં આ બંને વિટમિન્સ મળે છે. સુંદર ત્વચાની દેખભાળ માટે આ વિટામિન ખૂબ જ જરૂરી છે.

વિટામિન C-
વિટામિન ઈની જેમ વિટામિન સી પણ આપણી સ્કીન માટે આવશ્યક છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ સ્કીનની દેખભાળ કરવાની સાથે સાથે તેને યંગ રાખવામાં છે. આ કોલેજનના નિર્માણમાં પણ મદદ કરે છે. દરેક પ્રકારના સિટ્રિસ ફળોથી વિટામિન સી મળી શકે છે. જેમ કે, વિટામિન સીથી ભરપૂર ટામેટામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્કીનમાંથી એક્સટ્રા ઓયલ સાફ કરવામાં મદદ કરે છે.

વિટામિન E-
વિટામિન ઈ શરીરમાં મુખ્ય ભુમિકા ભજવે છે. આ ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. જેનાથી કરચલી અને ઉંમર દેખાવાના અન્ય નિશાનને છુપાવવામાં મદદ મળે છે. વિટામિન એ તમને બદામ, કીવી, પત્તેદાર શાકભાજી અને અનાજથી મળી રહે છે.

વિટામિન એ, સી અને બી-
આ વિટામિન્સથી ભરપૂર એલોવેરા સંજીવની બુટીની જેમ કામ કરે છે. તેનાથી ચહેરા પર રંગટ આવે છે અને સ્કીન યુવાન રહે છે એલોવેરાના રસને ખાવાથી ચહેરા પરની કરચટી દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news