T20 WC 2024: ગજબ કહેવાય! ટી20 વર્લ્ડ કપ રમનારી આ ટીમમાં 2 ગુજ્જુ સહિત 3 ભારતીયો, 2 પાકિસ્તાની ખેલાડી

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય છે. બધી ટીમો પોત પોતાની રીતે તૈયારી કરી રહી છે. અનેક ટીમોની જાહેરાત પણ થઈ ગઈ છે. બધા ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ એક ટીમ એવી પણ છે જેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક સાથે રમતા જોવા મળશે

T20 WC 2024: ગજબ કહેવાય! ટી20 વર્લ્ડ કપ રમનારી આ ટીમમાં 2 ગુજ્જુ સહિત 3 ભારતીયો, 2 પાકિસ્તાની ખેલાડી

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય છે. બધી ટીમો પોત પોતાની રીતે તૈયારી કરી રહી છે. અનેક ટીમોની જાહેરાત પણ થઈ ગઈ છે. બધા ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ એક ટીમ એવી પણ છે જેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક સાથે રમતા જોવા મળશે. તમને પણ નવાઈ લાગશે કે આ કઈ રીતે પણ આવું જોવા મળશે. 

આ ટીમમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ
અહીં અમે જે ટીમની વાત કરી રહ્યા છે તે યુગાન્ડાની ટીમ છે. જેની જાહેરાત થઈ છે. આ ટીમમાં 3 ખેલાડીઓ ભારતીય જ્યારે 2 પાકિસ્તાની ખેલાડીઓ છે. 

કોણ છે 3 ભારતીય ખેલાડીઓ
યુગાન્ડાની ટીમમાં ત્રણ ભારતીય રોનક પટેલ, અલ્પેશ રામજાણી, અને દિનેશ નકરાણી છે. જેમાંથી દિનેશ નકરાણી 2017માં ક્રિકેટને મહત્વ આપીને યુગાન્ડા જતો રહ્યો હતો. તેણે ભારતમાં વર્ષ 2014માં સૌરાષ્ટ્ર તરફથી ટી20 ડેબ્યુ કર્યુ હતું. તેનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. અંડર 19 લેવલ ઉપર પણ દિનેશે ગુજરાત માટે પોતાનું યોગદાન આપ્યું. આ ઉપરાંત રોનક પટેલ જેની ઉંમર 35 વર્ષ છે તે પણ ગુજરાતનો છે અને આણંદમાં જન્મ થયો છે. આ ઉપરાંત અલ્પેશ મુંબઈનો છે. પરંતુ ક્રિકેટ કરિયરમાં મોટો વળાંક લાવવા માટે અલ્પેશે પણ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. હવે આ ત્રણેય યુગાન્ડાની ટી20 વર્લ્ડ કપ સ્કવોડમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યા છે. આ ઉપરાંત બે પાકિસ્તાની ખેલાડીઓ રિયાઝત અલી શાહ અને બિલાલ હસન સામેલ છે. 

8 ટીમોએ કર્યું ક્વોલિફાય
ટી20 વર્લ્ડ કપ માટે કુલ 8 ટીમોએ ક્વોલીફાય કર્યું છે. જેમાંથી એક નામ યુગાન્ડા પણ છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલે્ડ અને નેધરલેન્ડ્સે ટી20 વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રી કરી છે. જ્યારે આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા, અને યુગાન્ડાએ ક્વોલિફાયર્સ દ્વારા મેગા ઈવેન્ટ માટે પોતાની ટિકિટ મેળવી છે. 

ટી20 વર્લ્ડ કપ માટે યુગાન્ડાની ટીમ
બ્રાયન મસાબા (કેપ્ટન), સાઈમન સેસાજી, રોજર મુકાસા, કોસમોસ ક્યુવુટા, દિનેશ નકરાણી, ફ્રેડ અચેલમ, કેનથ વેસવા, અલ્પેશ રમજાણી, ફ્રેન્ક નસુબુગા, હેનરી સેસેનડો, બિલાલ હસન, રોબિન્સન ઓબુયા, રિયાજત અલી શાહ (ઉપ કેપ્ટન), જુમા મિયાજી, રોનક પટેલ, ટ્રાવેલિંગ રિઝર્વ: ઈનોસેન્ટ મ્વેબેઝ, રોનાલ્ડ લુટાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news